ગુજરાતનો આજે 65મો સ્થાપના દિવસ, વડાપ્રધાન મોદી, અમિત શાહે પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી

આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ છે. ગુજરાત સ્થાપના દિવસની વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. ગોધરામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ…
— Narendra Modi (@narendramodi) May 1, 2025
ગુજરાતે, તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને, રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે.
રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ…
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભકામના પાઠવી હતી. તે સિવાય અમિત શાહે પણ ગુજરાત સ્થાપના દિવસ નિમિતે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત સ્થાપના દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિભૂતીઓને યાદ કરી હતી. વર્ષ 2025 થી 2035 સુધીના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ તરીકે ઉજવવાનો રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિક્સિત ગુજરાતના નિર્માણનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
વૈવિધ્યસભર કુદરતી સંપદા, ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને આતિથ્ય માટે પ્રસિદ્ધ ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ.
— Amit Shah (@AmitShah) May 1, 2025
ગુજરાતે હંમેશા પોતાની પ્રતિભા, પરિશ્રમ તેમજ વ્યવહારુ કુશળતા થી વિશ્વભરના લોકોને આકર્ષિત કર્યા છે. ભક્તિ ચળવળથી લઈને સ્વતંત્રતા ચળવળ અને…
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 1, 2025
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત.
ગુજરાતની યશગાથા અને… pic.twitter.com/nwtN1UNbwp
ગુજરાત સ્થાપના દિવસ નિમિતે એક્સ ઉપર હર્ષ સંઘવીએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતને સેવા, સુરક્ષા અને શાંતિના સદભાવવાળુ રાજ્ય ગણાવ્યું હતું. રાજ્યવાસીઓને ગુજરાત દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતના સ્થાપના દિવસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંગ ગોહિલે શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતને અલગ રાજ્યના દરજ્જા માટેની લડાઈમાં શહીદ થનાર સૌને શ્રદ્ધાંજલિ આપી હતી. શક્તિસિંહ ગોહીલે રવિશંકર મહારાજને યાદ કર્યા હતા. ગુજરાતની અસ્મિતા પ્રેમ અને ભાઈચારો તેમજ જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતની પરંપરા હમેંશા જીવંત રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
ગુજરાત સ્થાપના દિવસની હ્રદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ. દેશ આઝાદ થયો પછી દ્રીભાષી રાજ્ય તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતા. લાંબી લડત લડ્યા પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાન મળ્યું. ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટેની ચળવળમાં હિસ્સો લેનાર તમામ વ્યક્તિઓને વંદન સહ… pic.twitter.com/Oh2wDi0BHL
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) May 1, 2025





















