શોધખોળ કરો
Advertisement
સોમનાથમાં પોલીસનો તરખાટ, યુવક-યુવતીઓને બેફામ ફટકારતા વીડિયો વાયરલ
યુવતીઓ આજીજી કરી રહી છે પરંતું પોલીસ તેમની એક પણ વાત સાંભળવા તૈયાર નથી.
સોમનાથ નજીકના ત્રિવેણી સંગમના ઘાટ પર ખાખીધારીઓએ તરખાટ મચાવ્યો છે. ત્રિવેણી સંગમ ઘાટ પર કેટલા યુવક-યુવતીઓ બેઠા હતા. આ સમયે જ મહિલા પોલીસ અને બે પોલીસ કર્મચારીઓ ત્યાં આવી ચડ્યા અને યુવક-યુવતીઓને બેફામ ફટકારવા લાગ્યા હતા.
યુવતીઓ આજીજી કરી રહી છે પરંતું પોલીસ તેમની એક પણ વાત સાંભળવા તૈયાર નથી. વીડિયોમાં જોઈ શકાય કે ક્યારેક મહિલા પોલીસ કર્મચારી યુવકોને લાફા ઝીંકી રહી છે, તો પોલીસ કર્મચારી યુવકોને બેરહેમીપૂર્વક લાકડીઓ ફટકારી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે માત્ર માર જ નહીં પણ મહિલા પોલીસ અને અન્ય બે પોલીસ કર્મચારીઓ બેફામ ગાળો પણ બોલી રહ્યા છે. યુવક અને યુવતીઓને માર મારવાની સાથે સાથે બેફાળ ગાળો આપતા પણ આ ખાખીધારીઓને સાંભળી શકાય છે.
ઘટના બે દિવસ પહેલાની છે. આ બે દિવસ પૂર્વેની ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion