એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)
ગુજરાતના પશ્ચિમ તટ પર વસેલુ શહેર એટલે પોરબંદર તેના શિલ્પ અને સ્થાપત્યોને માટે ખૂબ જ જાણીતું છે. દસમી સદીમાં સમુદ્ર્ કિનારે આવેલા પોરાઈ માતાના નામ પરથી આ શહેરને પોરબંદરનુ નામ આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દ્રારકામાં કોંગ્રેસના રાજમાં પોરબંદરની જેલ બંધ કરવી પડી હતી તેવુ નિવેદન કરતા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. 80 અને 90ના દાયકાઓમાં જયારે ગુજરાતમાં કોંગ્રેસની સત્તા હતી ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કેવી હતી તે સમજાવવાનો પ્રયાસ ગૃહમંત્રીએ આજે દ્રારકા ખાતે પોતાના ભાષણમાં કર્યો હતો. પોરબંદર દાણચોરીનુ કેન્દ્ર હતું. માફિયાઓ આ શહેરમાં રાજ કરતા અને જેલો બંધ કરવી પડતી હતી. આજે આ નિવેદનને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે .શા માટે ગૃહમંત્રીએ આજે આ નિવેદન કરવાની ફરજ પડી.
ગુજરાતના પશ્ચિમ તટ પર વસેલુ શહેર એટલે પોરબંદર તેના શિલ્પ અને સ્થાપત્યોને માટે ખૂબ જ જાણીતું છે. દસમી સદીમાં સમુદ્ર્ કિનારે આવેલા પોરાઈ માતાના નામ પરથી આ શહેરને પોરબંદરનુ નામ આપવામાં આવ્યું હતું. કૃષ્ણ સખા સુદામાનુ શહેર તરીકે પણ પોરબંદર જાણીતુ બન્યુ.સમય જતાં આ શહેર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે વધુ પ્રચલીત બન્યું છે.
ખુબ સારો પોતાનો ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક પરંપરાઓ આ શહેર ધરાવે છે. આ શહેર આઝાદી પહેલા શાસન કરનાર રાજ પરિવાર જેઠવા તરીકે ઓળખાતા હતા. જેઠવા વંશજો દ્વારા સૌ પ્રથમ પોરબંદર પાસે આવેલા ઘુમલી ગામે પોતાની રાજધાની સ્થાપવામાં આવી હતી. બાદમાં 1029માં શ્રાવણી પુનમે આ શહેરની સ્થાપના કરવામાં આવી. ખારવા સમાજ તરીકે ઓળખાતા માછીમારો આજે પણ શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા અર્ચના કરીને પોતાના ધંધા રોજગારની શરુઆત કરે છે. પોરબંદરના છેલ્લા રાજવી મહારાજા નટવરસિંહ જેઠવા ખુબ સારા શાસનકર્તા અને ક્રિકેટર હતા. વિદેશમાં ભણેલા મહારાજાએ શહેરને પેરિસ જેવુ બનાવવા માંગતા હતા અને તેથી શહેરના અનેક વિસ્તારોમાં આજેપણ ઈમારતોની બાંધણી એક સમાન શૈલીમાં જોવા મળે છે. કયાંક ગોથખ શૈલી,તો કયાંય યુરોપીયન તો સાથે-સાથે કેટલાક વિસ્તારોમાં ભારતીય શૈલીની ઝાંખી આજે પણ જોવા મળે છે. તેમની દુરંદેશીને પગલે શહેરના રોડ રસ્તા એ સમયે સિમેન્ટથી બનેલા હતા. વિશ્વમાં સમુદ્ર કિનારે રેસિડેન્સિયલ પેલેસ ધરાવતા એકમાત્ર રાજવીએ પોરબંદરના છે.
મહારાજા નટવરસિંહ ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન હતા અને તેમના ક્રિકેટ શોખાના પગલે 1944-45માં શહેરની વચ્ચે તેઓેએ દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટની સ્થાપના કરી હતી. પોતાના વિસ્તારના યુવાનો સારા ક્રિકેટર બને તે ઉદેશ્યથી બનેલી આ ક્રિકેટ સ્કૂલ તત્કાલીન સમયમાં અનેક આધુનિક સુવિધાઓ ધરાવતી સૌરાષ્ટ્રની એક માત્ર ક્રિકેટ સ્કુલ હતી..બદલાતા સમયની સાથે આ સ્કુલની દિશા અને દશા પણ બદલાતી ગઈ .જોકે આજે શહેરના અનેક રણજી ટ્રોફિ રમી ચુકેલા ભૂતપૂર્વ ક્રિકેટરો આ સ્કુલને મંદિર થી ઓછુ ગણતા નથી.માજી રણજી ખેલાડી રાજેશ જાડેજાના મતે દુલિપ સ્કુલમાં રમીને જયદેવ ઉનડકટ ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યુ છે .જો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દુલીપ સ્કુલને વધુ આધુનીક બનાવવાના પ્રયત્નો કરે તો પોરબંદરના અનેક ઉભરતા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. મહારાજાના નટવરસિંહના સ્વપ્ન સમાન આ શહેર પેરિસ ન બની શકયુ પરંતુ સમય જતાં મિની શિકાગો બની ગયુ . ભાગ -2માં આપણે વાંચીશુ કે કોણ હતા આ શહેરને પેરિસના બદલે મિની શિકાગો બનાવનારા.