ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે આ દિગ્ગજ નેતાની થઈ શકે પસંદગી ? જાણો વિગતો
ગુજરાત કૉંગ્રેસના પ્રભારી તરીકે ગઈ કાલે શુક્રવારે મોડી સાંજે ડૉ રધુ શર્માના નામની જાહેરાત કૉંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવી હતી.
ગાંધીનગર: ગુજરાત કૉંગ્રેસના પ્રભારી તરીકે ગઈ કાલે શુક્રવારે મોડી સાંજે ડૉ રધુ શર્માના નામની જાહેરાત કૉંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવી હતી. હવે ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે નામો પર ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસમાં હાલ પ્રમુખ પદની રેસમાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સીનિયર નેતા ભરત સિંહ સોલંકીના નામની ચર્ચા છે.
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી ડોક્ટર રઘુ શર્મા ગુજરાત આવશે. શનિવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. પહેલા દિવસે સિનિયર નેતાઓને મળશે, બીજા દિવસે પ્રભારી ધારાસભ્યો સાથે બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અને ખાલી પદો પર ચર્ચા કરાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા પદે યુવા જ નહીં, નવા ચહેરાને સ્થાન મળી શકે છે. હાઇકમાન્ડ પંજાબ બાદ હવે રાજસ્થાન સરકારમાં બદલાવ ઇચ્છે છે. રાજસ્થાન સરકારમાં કેબિનેટમાં વિસ્તરણ બાદ ગુજરાત કોંગ્રેસમાં નવી નિમણૂંક થશે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનેલા ડો. રઘુ શર્મા ક્યા દિગ્ગજ નેતાના ખાસ ગણાય છે ? કોના કહેવાથી રાજસ્થાનમાં મંત્રી બનાવાયેલા ?
રાજસ્થાનના રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની નજીકના નેતા અને રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માને ગુજરાત કૉંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાજસ્થાન સરકારમાં રઘુ શર્મા સ્વાસ્થ્ય મંત્રી છે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના નજીકના માનવામાં આવે છે.
રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં હાલ આરોગ્યમંત્રી છે. રઘુ શર્મા અશોક ગેહલોત અને સચિન પાયલોટ બંન્નેની પસંદ છે. રઘુ શર્મા વિદ્યાર્થીકાળથી રાજકારણમાં પ્રવેશ્યા હતા અને 1986-87મા રાજસ્થાન યુનિવર્સિટીના પ્રમુખ બન્યા હતા. રઘુ શર્મા રાજસ્થાન યુનિ.ના 30 વર્ષ પ્રમુખ રહ્યા હતા.
2018ની લોકસભાની પેટાચૂંટણી જીતી સાંસદ બન્યા હતા. રઘુ શર્મા અજમેર બેઠક પરથી સાંસદ બન્યા છે. તેઓ અજમેરની કેકડી બેઠક પરથી બે વાર ધારાસભ્ય બન્યા હતા. સચિન પાયલોટના કહેવાથી ગેહલોત સરકારમાં તેઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા. રઘુ શર્મા અશોક ગેહલોતના અત્યંત નજીકના મનાય છે.