શોધખોળ કરો

PM મોદી બોલ્યા- મને ખબર પડી છે કે કૉંગ્રેસ આ વખતે નવો દાવ રમી રહી છે અને.....

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદીએ આણંદમાં જનસભાને સંબોધી હતી. દરમિયાન લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

આણંદઃ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદીએ આણંદમાં જનસભાને સંબોધી હતી. દરમિયાન લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાને કહ્યું મને ખબર પડી છે કે કૉંગ્રેસ આ વખતે નવો દાવ રમી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના લોકો બોલતા નથી, પરંતુ ગામડે ગામડે બેઠકો કરી રહ્યા છે. આ તેમની જૂની યુક્તિ છે. તે એક નવી ચાલ છે. PM મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે,મારે તમને થોડા સતર્ક કરવા છે. આ વખતે કોંગ્રેસ પોતાની નવી ચાલ ચલાવી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી પરંતુ ઠંડી તાકાતથી ગામે-ગામ ગોઠવણો કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું, મારે એમની ટિકા નથી કરવી. એમની પાર્ટી છે, એમને કરવું પડે, પણ આપણે સતર્ક રહેવું પડે. 

આણંદમાં જન વિશ્વાસ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કોગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોગ્રેસ આજે પણ ગુજરાતને અપમાનિત કરવાનો કોઇ મોકો છોડતી નથી. કોગ્રેસ ગામોગામ ઘરે ઘરે જઇને ઝેર ભેળવી રહી છે. કોગ્રેસ દરેક વસ્તુઓનો જુદો અર્થ કાઢીને લોકોને ભરમાવી રહી છે. ગુજરાતમાં આજે એમબીએની 12 હજાર બેઠકો છે. આજે ગુજરાતમાં મેડિકલની છ હજાર બેઠકો છે. પ્રોફેશનલ કોર્સ વધવાથી ગુજરાતનો યુવાન દેશનું ગૌરવ વધારી રહ્યો છે. અમે ધરતી પર કામ કરીને બતાવનારા લોકો છીએ. સરદાર સાહેબનું સન્માન આપવાનું કામ ગુજરાતની જનતાએ કરી બતાવ્યું છે.

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સાબરમતીથી દાંડી સુધી માર્ગ વિકાસવવાનું કામ કર્યું છે. 500 વર્ષથી પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે ધજા નહોતી ફરકી રહી. વિરાસતનું સન્માન અને વિકાસનો રસ્તો તેજ ગતિથી આગળ વધ્યો છે. આ વખતે કોગ્રેસ ગામોગામ ગોઠવણ કરી રહ્યા છે. આ કોગ્રેસની નવી ચાલ છે. કોગ્રેસ દરેક ગામમાં ઝેર ભેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે આપણે આપણા બાળકોને અર્બન નક્સલવાદીઓથી સાવધાન કરવા જોઈએ, જેમણે દેશને બરબાદ કરવાની પહેલ કરી છે. તેઓ વિદેશી તાકતોના એજન્ટ છે. ગુજરાત તેમની સામે માથું ઝુકાવશે નહીં, ગુજરાત તેમનો નાશ કરશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ મોટા નેતાઓ રાજ્યની મુલાકાતે છે.

વડાપ્રધાને કહ્યુ કે લોકોનું આરોગ્ય બચાવવાનું કામ ગુજરાતના ખેડૂતોએ ઉપાડ્યું છે. હવે દોડવાનો સમય પૂર્ણ થયો, આપણે હાઇ જમ્પ લગાવવાનો છે. ગુજરાતે પ્રાકૃતિક ખેતીનું જનઆંદોલન ઉભુ કર્યુ છે. 20 વર્ષમાં દૂધના ઉત્પાદનમાં અઢી ગણો વધારો થયો છે. 20 વર્ષમાં અનાજ, ફળ-શાકભાજીના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે. સાબરકાંઠાની શાકભાજી દિલ્હી, આણંદની શાકભાજી મુંબઇ સુધી જાય છે. આઠ વર્ષમાં સરકારે ખેડૂતો, પશુપાલકોનો ડબલ તાકાત આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
Embed widget