શોધખોળ કરો

Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, આ મહિલા નેતા કેજરીવાલની હાજરીમાં જોડાયા AAPમાં

Gujarat Election: ચૂંટણી પહેલા છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રાધિકા રાઠવાએ ફેસબુક ઉપર કેજરીવાલ સાથેનો ફોટો પણ શેર કર્યો છે.

Gujarat Election 2022: ચૂંટણી પહેલા છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રાધિકા રાઠવાએ ફેસબુક ઉપર કેજરીવાલ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. રાધિકા કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અમરસિંહ રાઠવાના સુપુત્રી છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ કમેટીમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. રાધિકા રાઠવા 138 જેતપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બની શકે છે. નોંધનિય છે કે, આ બેઠક ઉપર વિપક્ષ નેતા સુખરામ રાઠવા વર્તમાન ધારાસભ્ય છે.

સુરતના આ દિગ્ગજ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે

 મિશન 2022ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનનો વધુ એક મોટો ચેહરો રાજકારણમાં ઝંપલાવશે. અલ્પેશ કથીરીયા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જાહેરસભામાં કથિરિયા આપમાં જોડાશે. નોંધનીય છે કે, અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. abp અસ્મિતા સાથેની ટેલીફોનીક વાતમાં અલ્પેશે સમાચારને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાઈશ.

કેજરીવાલનો ગુજરાતમાં મોટો દાવ

વિધાનસભાની ચૂંટણીને લઈને આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં આજે ડેડીયાપાડા ખાતે જનસભા યોજાઈ હતી. તો બીજી તરફ આજે રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ભાવનગર જશે. રાત્રી રોકાણ હોટલ નિલમબાગ ખાતે કરશે અને સવારે કરશે પ્રેસ કોન્ફરન્સ કરશે. આવતીકાલે 11 વાગે હોટલ નિલમબાગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની પ્રેસ યોજાશે.

આ પ્રસંગે એવી માહિતી સામે આવી રહી છે કે, ભાવનગર વિર માંધાતા કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાય તેવી સંભાવના છે. અગાવ રાજુ સોલંકી સૌ પ્રથમવાર કોંગ્રેસમાં જોડાયા ત્યાર બાદ 24 કલાકમાં જ તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા હતા.  હવે તેઓ આમ આદમી પાર્ટીનું જાડું પકડશે. આવતીકાલે બંને સીએમની ઉપસ્થિતિમાં રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.

1 માર્ચ પછી વીજળીનું બિલ નહીં ભરવું પડેઃ કેજરીવાલ

તેમણે કહ્યું કે, સરકાર બનશે એટલે અમે લોકો ભ્રષ્ટાચાર બંધ કરીશું. 27 વર્ષમાં આ લોકોએ લૂંટવાની કોઈ કસર બાકી નથી રાખી. ગુજરાત સરકારને જનતા અરબો ખરબો રૂપિયા આપ્યા છે. ગુજરાત સરકારના ટેક્ષ રૂપે ખરબો રૂપિયા આપો છો, ક્યાં ગયા રૂપિયા, લૂંટી લે છે. અઢી લાખ કરોડ ખર્ચ કરે છે. પંજાબના હેલ્થ મંત્રી ગરબડ કરી રહ્યા હતા, પંજાબ સરકારે એમને પકડી અને જેલમાં નાખી દીધા. મારો ભાઈ અથવા મારો દીકરો પણ ભ્રષ્ટાચાર કરશે તો એને પણ  નહીં ચાલશે. 15 ડિસેમ્બર પછી સરકાર બનશે ત્યારબાદ સરકારી કચેરીમાં  પૈસા નહિ આપવા પડે. સરકાર બન્યા પછી સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે સરકારી કર્મચારી તમારા કામ માટે ઘરે આવશે.  1 માર્ચ પાછી વીજળીનું બિલ નહીં ભરવું પડે. પ્રથમ મોંઘવારીથી છુટકારો અપાવીશ,1 માર્ચ પછી વીજળી બિલ ભરવાની જરૂર નથી, બિલ તમારો ભાઈ કેજરીવાલ ભરશે. ગુજરાતમાં આવી રહ્યો છું. કોઈ ભાઈ માને છે કોઈ દીકરો માને છે. ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ઘરે કોઈ બીમાર હશે તો એનો ઈલાજના પૈસા પણ સરકાર આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget