શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાહુલ ગાંધીનું પક્ષ પલટાને લઈને મોટું નિવેદનઃ ભાજપને જેટલા લોકો લઈ જવા હોય તેને લઈ જવા દો, આપણે પણ તેમને અમુક લોકો ગિફ્ટ તરીકે આપી જ દો

ક્ષ પલટા અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે, ભાજપ હજુ કેટલાક લોકોને લઈ જશે. ભાજપને જેટલા લોકો લઈ જવા હોય તેને લઈ જવા દો. આપણે પણ તેમને અમુક લોકો ગિફ્ટ તરીકે આપી જ દો.

દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની ત્રિ-દિવસીય શિબિર દ્વારકા ખાતે ચાલી રહી છે. ચિંતન શિબિરના બીજા દિવસે રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. તેમણે 2022ની ચૂંટણી અંગે રાહુલ ગાંધીનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહિ. આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા. તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે.

કોરોના મહામારી અંગે રાહુલ ગાંધીના પ્રહાર કરતાં કહ્યું કે, કોરોનાના કારણે ગુજરાતમાં અસંખ્ય લોકોના મૃત્યુ થયા. ગુજરાત મોડેલની વાત કરવામાં આવે છે. ગુજરાત મોડેલમાં બેડ અને ઑક્સિજન સિલિન્ડર કેમ ન મળ્યા. ગુજરાતની તાકાત નાના અને મધ્યમ ઉદ્યોગો હતા. નરેન્દ્ર મોદીએ તે તાકાત તોડી નાખી. 4 - 5 લોકો ગુજરાત ચલાવે છે. ગુજરાતની પ્રજા કોંગ્રેસને મત આપે છે ત્યારે તેમને સમજાવવું જોઈએ. કોંગ્રેસ શું કરવા માગે છે કેવી રીતે કરવા માગે છે અને કોણ આપણને મત આપશે તે ઓળખવું પડશે.

પક્ષ પલટા અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે, ભાજપ હજુ કેટલાક લોકોને લઈ જશે. ભાજપને જેટલા લોકો લઈ જવા હોય તેને લઈ જવા દો. આપણે પણ તેમને અમુક લોકો ગિફ્ટ તરીકે આપી જ દો.

ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ચિંતન શિબિરમાં નેતાઓ અને આગેવાનોને સંબોધી રહ્યા છે. ગુજરાતમાં મને ઘણું સારું લાગે છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતથી પેદા થઈ છે. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતીએ આપી. રાહુલ ગાંધીએ દ્વારકા ખાતે મહાભારત યુદ્ધની વાત કરી હતી. આ સાથે પૂજારીએ તેમને કરેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

2022ની ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપતાં કહ્યું હતું કે, તમે ચૂંટણી જીતી ગયા છો. આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહિ. આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા. તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે ગુજરાત આવું છું ત્યારે મને સારું લાગે છે અને સિખવા મળે છે. ગુજરાત કોંગ્રેસ યુનિક રીતે કામ કરે છે. આપણી પાર્ટી ગુજરાતથી જન્મેલી છે. દરેક પ્રદેશમાં કોંગ્રેસ ઉભી થઈ હતી. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતે આપી હતી. નહેરુ, સરદાર પટેલ અને ગાંધીજીએ માર્ગદર્શન આપ્યું હતું. મારા પરદાદા પણ ગાંધીજી સાથે કામ કરતા હતા. નેહરુએ કોઈને ગાંધીજી વિશે એક ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં લખ્યું કહું કે, હું સાચો છું અને ગાંધીજી ખોટા છે. ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે, મારું દિલ કહે છે કે ગાંધીજી સાચા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસને પાંડવ અને ભાજપને કૌરવ ગણાવ્યા. ભાજપનો ઉલ્લેખ કર્યા વગર શ્રી કૃષ્ણનું ઉદહર આપીને કર્યા પ્રહાર. 
શ્રી કૃષ્ણ સત્ય સાથે હતા અને તેની સેના જૂથ સાથે હતી. આજે પણ તેમની પાસે સેનારૂપે ED, CBI, મીડિયા તમામ છે. આપણી પાસે કશું જ નથી.તમારે સચ્ચાઇની લડાઇ લડવી થે કે જુઠ્ઠી. તમારે સચ્ચાઇની લડાઇ લડવી હોય તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. તેમણે ગાંધીજીની ફોટો તરફ ઇશારો કરી કહેયું સચ્ચાઇ આવી હોય છે.

આજે દ્વારકા પહોંચેલા રાહુલ ગાંધીનું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું મણિયારા રાસ દ્વારા સ્વાગત કરાયું હતું. દ્વારકા પહોંચતા જ રાહુલ ગાંધી સીધા દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. દ્વારકાધીશના દર્શન પછી તેઓ માધવ ડાઇનિંગ હોલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. 

ગુજરાત કોંગ્રેસના આગેવાનોને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. બપોરે રાહુલ ગાંધી દ્વારકા આવી પહોંચ્યા હતા. દ્વારકા પહોંચતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સુખરામ રાઠવા, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી ભોજન પછી ચિંતન શિબિરમાં પહોંચ્યા હતા. 3 સ્થળોએ રાહુલ ગાંધીનું ભાતીગળ સંસ્કૃતિથી સ્વાગત કરાયું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget