રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, જાણો ક્યા જિલ્લામાં માટે ઘાતક છે
Gujarat Rain Alert: અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી: દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા; જુલાઈના અંતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય બનતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે, અને અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં પણ મેઘરાજાની સવારી યથાવત રહેશે તેવી હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી એ વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી (Ambalal Patel Rain Forecast)
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર, જુલાઈ 12 સુધી ગુજરાતમાં વરસાદ ના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમણે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વહન બનતું હોવાનું અને મોન્સૂન ટ્રફમાં થતા ફેરફારોને કારણે આ વરસાદ આવશે તેમ જણાવ્યું છે. જુલાઈ 12 સુધીમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જોકે, સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી. અંબાલાલ પટેલ એ એમ પણ જણાવ્યું કે, આ વખતનું ચોમાસું બધે સરખું રહેશે નહીં.
તેમણે ઉમેર્યું કે, જુલાઈ 5 પછીનું વરસાદી પાણી સારું છે અને જુલાઈ 16 સુધી ચોમાસું સારું રહેશે. જોકે, જુલાઈ 17 અને 18 ના રોજ ચોમાસું નું જોર ઘટી શકે છે. જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે ફરી વરસાદ ની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે. આ વરસાદ સમાચાર માં તેમણે સ્પષ્ટ કર્યું કે આજનું હવામાન અને આવતીકાલનું હવામાન પણ વરસાદી રહી શકે છે.
પરેશ ગોસ્વામીની આગાહી (Paresh Goswami Rain Forecast)
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે, આગામી જુલાઈ 10-11 સુધી વરસાદ ચાલુ રહેશે. મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ આજ (જુલાઈ 6) ની વહેલી સવારથી ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ ગુજરાતના મધ્ય ભાગમાંથી થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થશે. તેમના મતે, અત્યારે જે વરસાદ પડ્યો છે તેના કરતાં વરસાદ ની તીવ્રતા અને વિસ્તારમાં એકાદ દિવસમાં વધારો થશે. આ હવામાન સમાચાર મુજબ, સતત વરસાદ ચાલુ જ રહેશે.
પરેશ ગોસ્વામી એ વધુમાં જણાવ્યું કે, સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. જુલાઈ મહિના દરમિયાન આવું જ તાપમાન જોવા મળશે, જે વાતાવરણને ખુશનુમા રાખશે.




















