Gujarat Rain: ગુજરાતમાં કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 6 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

અમદાવાદ: કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 6 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 3 મેથી 8 મે સુધી રાજ્યમાં પ્રિમોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છએ.
કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ યલો અલર્ટ આપવામાં આવ્યું છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે
7 અને 8મેના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 4 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ સહીત રાજ્યમાં છૂટાછવાયો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. દક્ષિણ પૂર્વમાં સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે.





















