શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વરસાદના વધુ એક રાઉન્ડ માટે રહો તૈયાર, આ વિસ્તારમાં ત્રણ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાતમાં 14થી 16 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે.
અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો હતો. જોકે ગુજરાતમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને 15 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
મળતી માહિતી મુજબ બંગાળની ખાડી પર હવાનું હળવું દબાણ સરાજ્યું છે. આ સિસ્ટમ હવે ગુજરાત તરફ ફંટાઈ રહી છે. જેના પગલે હવામાન વિભાગે ગુજરાતમાં 14થી 16 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે. સાથે જ જણાવાયું છે કે હજુ 13થી 15 ઓગસ્ટના ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 16 ઓગસ્ટે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion