શોધખોળ કરો

Gujarat Rain Forecast:સૌરાષ્ટ્રના 4 સહિત આ જિલ્લામાં પણ ભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ પ્રબળ હોવાથી મજબૂતીથી આગળ વધી રહી છે. જેની અસરથી ગુજરાતમાં કમોસમી વરસાદ કેર વરસાવી રહ્યો છે.હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat Rain Forecast: રાજ્યમાં હજુ આજે પણ માવઠાનો માર રહેશે યથાવ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 3 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. . જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે.  કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. મધ્ય ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે , સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલી, વડોદરા,નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાતના 20 જિલ્લા માટે રાહતના સમાચાર છે. અહીં  20 જિલ્લામાં વરસાદની શક્યતા નહીંવત છે.

માવઠાની આગાહી વચ્ચે ક્યાં વરસ્યો વરસાદ

સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 0.79 ઈંચ વરસાદ વરસ્યો તો ઉમરગામમાં 0.71 ઈંચ વરસાદ વરસ્યો. તલોદમાં 0.51 ઈંચ,ભાવનગરના મહુવામાં 0.51 ઈંચ, રાજુલામાં 0.43 ઈંચ વરસાદ વરસ્યો. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં પારડીમાં 0.28 ઈંચ અને ધોલેરા, વલસાડમાં 0.24 ઈંચ વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી શરૂ  વરસાદ થયો છે. સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં  વરસાદ શરૂ થયો  છે. અઠવા, પાર્લે પોઈન્ટ, વેડ રોડ, કતારગામ,પાલ, અડાજણ, વેસુ, પીપલોધ, ઉધના, વરાછા,  સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો. જેથી  નોકરી- ધંધાર્થે જતા લોકોની મુશ્કેલી વધી હતી. 

વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. વલસાડ તાલુકામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો. વલસાડ શહેરના અલગ- અલગ વિસ્તાર તિથલ રોડ, હાલર રોડ, કચેરી રોડ, ગૌરવ પથ, તિથલ, ભાગડાવડા વિસ્તારમાં વરસાદથી 
 જનજીવન પ્રભાવિત થયું.  કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ખેતી પાકોને પણ પારાવાર નુકસાન થયું છે.

અંબાલાલ પટેલની વરસાદની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની   આગાહી કરી છે. તેમના આંકલન મુજબ 2 નવેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં  હજુ  કમોસમી  વરસાદ વરસતો રહેશે.સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. ત્રણ દિવસના વિરામ બાદ 5 નવેમ્બરથી બીજી સિસ્ટમ  સક્રિય થશે. 7 નવેમ્બર આસપાસ બંગાળ ખાડીમાં ફરી લો- પ્રેશર સિસ્ટમ  સક્રિય થશે. બંગાળ સાગરમાં લો-પ્રેશરના કારણે ગુજરાતનું  હવામાન બદલાશે. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા સાથે ભાર વરસાદનું સંકટ હોવાની ચેતવણી આપી છે.  અંબાલાલ પટેલના આંકલન મુજબ દરિયામાં વારંવાર લો-પ્રેશરના કારણે હવામાનમાં પલટો નવેમ્બરમાં પણ પલટો આવતો રહશે. અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, વારંવાર ઋતુચક્ર બદલાતા ખેડૂતો  પાયમાલ થશે. અંબાલાલ  પટેલે ઠંડી વિશે પણ આગાહી કરી છે. તેમના આંકલન મુજબ  રાજ્યમાં  22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીની શરૂઆત થઇ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Advertisement

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Embed widget