શોધખોળ કરો
Advertisement
1-2 દિવસ નહીં પણ અડધી નવરાત્રી બગાડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી
ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી વરસાદ પડશે. જ્યારે ત્રીજી ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહે વાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ખેલૈયાઓ અને નવરાત્રી આયોજકોમાં નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે. કારણ કે એક-બે દિવસ નહીં પણ અડધી નવરાત્રી વરસાદ બગાડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી વરસાદ પડશે. જ્યારે ત્રીજી ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહે વાની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, 29 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. જેના કારણે આ વખતે અડધી નવરાત્રી વરસાદમાં જ ધોવાઈ જવાની ચિંતા છે. નવરાત્રીને આડે બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો.
જોકે એન્ટિ સાયક્લોનથી પવનની પેટર્નમાં ફેરફાર થતાં રાજ્યમાંથી ચોમાસું પશ્ચિમ રાજસ્થાન તરફથી વિદાય લેશે. હવામાન નિષ્ણાતના મતે 2 ઓક્ટોબર પછી શહેરમાં વરસાદની શક્યતા નહીવત છે.
મહત્ત્વનું છે કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 129 ટકા વરસાદ નોંધાયો છે. એટલે કે ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે. ચાલુ વર્ષે ચોમાસાના પાકને જરુર હતી તેવા સમયે સમયે વરસાદ થતા ખેડૂતો પણ ખુશ થયા છે. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ સારો થયો છે, જેનાથી જળસ્તર પણ ઊંચા આવ્યા છે. સામાન્ય રીતે ચોમાસું સિઝન સપ્ટેમ્બરના અંત સુધીમા વિદાય લઈ લે છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ચોમાસું મોડું વિદાય લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement