શોધખોળ કરો

Rain: ભારે વરસાદથી બનાસકાંઠામા તબાહી, અનેક ગામો થયા સંપર્કવિહોણા, બેનાં મોત

ભારે પવન સાથે વરસેલા વરસાદે બનાસકાંઠા જિલ્લામાં તબાહી મચાવી છે

ભારે પવન સાથે વરસેલા વરસાદે બનાસકાંઠા જિલ્લામાં તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ધાનેરા તાલુકામાં સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદથી બનાસકાંઠામાં અનેક કાચા પાકા મકાનો, વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છે. તો કેટલાક ગામોમાં અંધારપટ પણ છવાયો હતો.  રોડ પાણીમાં ગરકાવ થતા અનેક ગામો સંપર્કવિહોણા થયા હતા. ભારે વરસાદથી પાણીના પ્રવાહમાં તણાતા બેના મોત થયા હતા. અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું.
Rain: ભારે વરસાદથી બનાસકાંઠામા તબાહી, અનેક ગામો થયા સંપર્કવિહોણા, બેનાં મોત

ભારે વરસાદથી જિલ્લામાં 181 જેટલા પશુઓના મોત નિપજ્યા હતા. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં છ હજાર 897 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  જો કે વાવાઝોડાની આફતને લઈને જિલ્લામાં 160 જેટલા કાચાં પાકા મકાનો તેમજ એક હજાર 100 જેટલા વીજપોલ ધરાશાયી થતા 330 જેટલા ગામોમાં વીજળી ગુલ થતા અંધારપટ્ટ છવાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં જ 102 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં વાવાઝોડા સાથેના વરસાદમાં 181 જેટલા પશુઓના મોત થયા હતા. જેમાં અંદાજીત 109  મૃત પશુઓનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતુ, પશુ પાલકને નુકસાનનું વળતર ચુકવવાની કાર્યવાહી કરવામાં આવશે. 

ભારે વરસાદના કારણે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેવા અસરગ્રસ્ત લોકોને એક વ્યક્તિને એક દિવસના 100 રૂપિયા લેખે પાંચ દિવસ અને એક બાળકના એક દિવસના 60 રૂપિયા લેખે પાંચ દિવસની ઘરવખરી માટે કેશડોલની સહાય ચુકવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દાંતામાં ધોધમાર વરસાદના કારણે સિવિલ હૉસ્પિટલમાં પાણી ભરાયા હતા. ઘૂંટણસમા પાણી ભરાતા સગર્ભા મહિલાને ડિલીવરી બાદ ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. દર્દીને શિફ્ટ કરવા ટ્રેકટરની મદદ લેવી પડી હતી. દાંતાના આગેવાને ટ્રેકટર મંગાવીને મહિલા દર્દીને બહાર કાઢ્યા હતા. ભારે વરસાદમાં દર વર્ષે સિવિલમાં પાણી ભરાઈ જતા હોવાનો આરોપ લોકોએ લગાવ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

  • બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ વરસ્યો
  • બનાસકાંઠાના અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ
  • સાબરકાંઠાના વિજયનગરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ
  • સાબરકાંઠાના પોશિનામાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ
  • સાબરકાંઠાના વડાલીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
  • સતલાસણા, ફતેપુરામાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
  • ઈડરમાં એક, તો ભિલોડામાં વરસ્યો અડધો ઈંચ વરસાદ
  • કડી, ધનસુરા, તલોદમાં પણ વરસ્યો સામાન્ય વરસાદ
  • માલપુર, સંતરામપુરમાં પણ વરસ્યો સામાન્ય વરસાદ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget