Rain: કચ્છમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, માંડવીનો ચેક ડેમ ઓવર ફ્લો
વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાહી માહોલ જામ્યો છે.
કચ્છઃ વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાહી માહોલ જામ્યો છે. માંડવીમાં ચેક ડેમ ઓવર ફલો થયો હતો. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ શરૂ થયો હતો. અબડાસા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોથાળાથી કોઠારા જતા રસ્તા પર ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વિઝિબલિટી પણ ડાઉન થઈ છે. સતત બીજા દિવસે કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈ કાલે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે માંડવીનો ચેક ડેમ ઓવર ફલો થયો હતો. માંડવીનો ગુંદિયાલી શેખાઈબાગનો ચેક ડેમ ઓવર ફલો થયો હતો.
રાજ્યના જળાશયોની સ્થિતિ
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતા ડ ડેમોમા પાણીન આવક વધી ગઇ છે. રાજ્યના 10 ડેમ હાઈએલર્ટ, એલર્ટ હેઠળ છે. 10 જળાશયો પૈકી 6 જળાશય હાઈએલર્ટ પર છે. જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. બાકી ત્રણ જળાશય એલર્ટ પર છે જ્યાં 80થી 90 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે એક જળાશયમાં 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ હોવાનું વોર્નિંગ સિગ્નલ છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં 39.91 ટકા પાણીનો સંગ્રહ છે. જેમાં સરદાર સરોવર ડેમમાં 51.47 ટકા છે. તો ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 46.84 ટકા પાણીનો સંગ્રહ છે.
વલસાડમાં પણ વરસાદી માહોલ
વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ શરૂ થવાની સાથે જ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે. વલસાડના છીપવાડ ગરનાળા અને મોગરવાડી ગરનાળામાં પાણી ભરાયા હતા.વલસાડ, તાપી અને નવસારીમાં વરસાદ શરૂ થયો છે. વલસાડમાં તો સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ છે તો આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વ્યારા શહેરના સ્ટેશન રોડ , બજાર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. વાલોડ તાલુકાના શાહપોર , નવા ફળિયા , ડોડીયા ફળિયામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. નવસારી જિલ્લાના પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરમાં સ્ટેશન રોડ, સર્કિટ હાઉસ, તીઘરા રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
25 રાજ્યોમાં બે દિવસ માટે ભારે વરસાદની આગાહી
આસામના બરપેટામાં વરસાદે તબાહી મચાવી છે, તો ક્યાંક પહાડોમાં તિરાડ પડી રહી છે. હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડમાં પહાડી માર્ગો પર તબાહી મચી ગઈ છે. શહેર અને શહેરના માર્ગો પર પૂર વહી રહ્યું છે. હવામાન વિભાગે દેશના 25 રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે લોકોને સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે.