શોધખોળ કરો

Rain: આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ફરી વરસાદ તુટી પડશે, 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે

રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ ગઇ છે, ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં ઠેક ઠેકાણે વરસાદ પડી રહ્યો છે

Rain: રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ ગઇ છે, ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં ઠેક ઠેકાણે વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી ઝાંપટું આવી શકે છે. આગાહી પ્રમાણે, આગામી 3 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ ઝડપની રહેશે.  

હવામાન વિભાગ અનુસાર, આજે આગામી ત્રણ કલાકમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમી દ્વારકા, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે છુટો છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, દીવ-દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ

રાજ્યમાં વરસાદના ટૂંકા વિરામ બાદ આજથી ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. હવામાન વિભાગે ફરી એકવાર આફતની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજથી ફરી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે. સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ 7 અને 8 જુલાઈના ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યકત કર્યું છે. તો માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ગઈકાલથી અત્યાર સુધીના 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ પડ્યો છે. આવો જાણીએ ક્યાં કેટલો વરસાદ પડ્યો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ

સૌથી વધારે આણંદના ખંભાતમાં 5 ઈંચ વરસાદ

24 કલાકમાં અમદાવાદ શહેરમાં 5 ઈંચ વરસાદ

ખેડાના નડિયાદમાં પોણા 5 ઈંચ વરસાદ

નવસારીના જલાલપોરમાં 4 ઈંચ વરસાદ

24 કલાકમાં અરવલ્લીના મોડાસામાં પોણા 4 ઈંચ વરસાદ

24 કલાકમાં ભાવનગરના સિહોરમાં પોણા 4 ઈંચ વરસાદ

24 કલાકમાં આણંદ અને તારાપુરમાં પોણા 4 ઈંચ વરસાદ

બોટાદ, સંખેડા અને ધંધુકામાં 3 ઈંચ વરસાદ

પેટલાદ અને વઢવાણમાં 3 ઈંચ વરસાદ

બરવાળા, મહેમદાબાદ અને મહેસાણામાં અઢી ઈંચ વરસાદ

મેઘરજ, પ્રાંતિજ અને ચોર્યાસીમાં 2 ઈંચ વરસાદ

ગોધરા, ઉમરગામ, વલભીપુરમાં 2 ઈંચ વરસાદ

ખાનપુર, હાલોલ અને વાગરામાં 2 ઈંચ વરસાદ

પાદરા, લુણાવાડા, લખતરમાં 2 ઈંચ વરસાદ

સાયલા, ચુડા અને શહેરામાં પોણા 2 ઈંચ વરસાદ

વડોદરા શહેર, ઉમરેઠ અને ઉનામાં પોણા 2 ઈંચ વરસાદ

વસો, લીંબડી અને ઝાલોદમાં પોણા 2 ઈંચ વરસાદ

ભાવનગર શહેર, જસદણ અને વિંછીયામાં પોણા 2 ઈંચ વરસાદ

લાઠી, બહુચરાજી અને ઠાસરામાં દોઢ ઈંચ વરસાદ

ડેસર, બોરસદ અને ડભોઈમાં દોઢ ઈંચ વરસાદ

સોજીત્રા, લીલીયા, ચોટીલા અને મહુધામાં દોઢ ઈંચ વરસાદ

દહેગામ, સંતરામપુર અને ખેડામાં દોઢ ઈંચ વરસાદ

ભિલોડા, રાણપુર અને સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ

ગઢડા, મોરવા હડફ અને ગોંડલમાં સવા ઈંચ વરસાદ

માતર, દસક્રોઈ અને માલપુરમાં સવા ઈંચ વરસાદ

ગળતેશ્વર, ગાંધીનગર શહેર અને તલોદમાં એક ઈંચ વરસાદ

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Embed widget