શોધખોળ કરો

અમદાવાદ ગાંધીનગરમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની અગાહી, પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી, વિઝિબિલિટી ઘટી

અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા, પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. ઇસ્કોન, સિંઘુભવન રોડ, સેટેલાઇટમાં ઘનધોર વાદળા વચ્ચે વરસાદ વરસતાં વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો પણ પરેશાન થયા

અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના  અસારવા, શાહીબાગ, વેજલપુર, પ્રહલાદનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો હાટકેશ્વર,જીવરાજ પાર્ક,એસજી હાઇવે, મણીનગર, ઘોડાસર,વસ્ત્રોલ, નિકોલ, નરોડામાં વાસણા વેજલુપુરમાં પણ વરસાદી ઝાપટાના કારણે  ઠેર ઠેર પાણી ભરાયા છે. રબારી કોલોનીમાં પાણી ભરાઇ જતાં લોકો પરેશાની ભોગવી રહ્યાં છે.   હવામાન વિભાગે આગામી 3 કલાક ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. 

રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલના હવામાન વિભાગે સંકેત આપ્યાંછે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો.અમદાવાદમાં ભારે વરસાદ અને ઘનઘોર વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલીટી પણ ઘટી હતી. જેના પગલે વાહન ચાલકો પણ પરેશાન થયા. 

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 42.35 ટકા વરસાદ નોંધાયો હતો. આ વર્ષે હજુપણ મેઘમહેર યથાવત છે. ત્યારે વહેલી સવાર સુરત, નવસારી સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 82 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે 95 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દ. ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે. 

September Changes: આજથી લાગુ થયા આ 7 મોટા ફેરફારો

Know What is Changing From Today: ઓગસ્ટ મહિનો પસાર થઈ ગયો છે અને સપ્ટેમ્બરે દસ્તક આપી દીધી છે. આજે પહેલી સપ્ટેમ્બર છે. આજે જ્યારે નવો મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણી નવી વસ્તુઓ પણ શરૂ થશે. આમાંથી કેટલીક વસ્તુઓ એવી હશે કે જેનાથી રાહત મળશે અને કેટલીક એવી પણ હશે કે જેનાથી તમને કોઈને કોઈ રીતે અસર થશે અને તેની અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. ચાલો જાણીએ કે આજથી શું બદલાઈ રહ્યું છે.

  1. યુપીના યમુના એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી મોંઘી થશે

ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે પર મુસાફરી આજથી મોંઘી થઈ જશે. ટોલના નવા દરો બુધવારે મધ્યરાત્રિ એટલે કે 1લી સપ્ટેમ્બરથી શરૂ થતાંની સાથે જ લાગુ કરવામાં આવ્યા છે. તાજેતરમાં, જેપી ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ તરફથી વધેલા દરોની દરખાસ્ત યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીને મોકલવામાં આવી હતી, જેને ઓથોરિટીએ તેની બોર્ડ મીટિંગમાં મંજૂરી આપી હતી. જો કે ટુ વ્હીલર, થ્રી વ્હીલર્સ અને ખેડૂતોના ટ્રેક્ટરના ટોલ દરમાં વધારો કરવામાં આવશે નહીં. નવા દરો અનુસાર, હવે કાર માલિકોએ ગ્રેટર નોઈડાથી આગ્રા સુધીની 165 કિલોમીટરની વન-વે મુસાફરી માટે 415 રૂપિયાને બદલે 437 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, હળવા માલસામાનના વાહને 635ને બદલે 684 રૂપિયા ચૂકવવા પડશે, 'સિક્સલ' વાહને 1295ને બદલે 1394 રૂપિયા ચૂકવવા પડશે, ભારે વાહન માટે 2250ને બદલે 2729 રૂપિયા ચૂકવવા પડશે.

  1. PM કિસાન યોજનામાં KYC નહીં હોય તો પૈસા નહીં મળે

જો તમે PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને તમે 31 ઓગસ્ટ સુધી E-KYC કરાવ્યું નથી, તો તમને હવે પછીનો હપ્તો મળશે નહીં. એટલે કે આજથી આને લઈને નવો નિયમ લાગુ થઈ ગયો છે. સરકારે આ યોજના માટે KYC ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં તરત જ તમારું KY કરાવો. તમે આ ઓનલાઈન પણ કરી શકો છો.

  1. ગેસ સિલિન્ડર મોંઘા થઈ શકે છે

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કુદરતી ગેસની વધતી કિંમતોને કારણે આ વખતે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં જે રીતે રેટ વધ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે આજે ફરી એકવાર ભાવ વધી શકે છે.

  1. PNBમાં ખાતા ધારકો માટે KYC ફરજિયાત

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. બેંકે કહ્યું હતું કે તમામ ગ્રાહકોએ 31 ઓગસ્ટ પહેલા તેમનું KYC કરાવી લેવું જોઈએ. આ માટે તમે બેંક શાખાનો સંપર્ક કરી શકો છો. જો તમે 31 ઓગસ્ટ સુધીમાં તમારું એકાઉન્ટ અપડેટ નહીં કરો તો તમે તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં.

  1. વીમા એજન્ટનું કમિશન

વીમા નિયમનકાર IRDAIએ પણ આજથી સામાન્ય વીમાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ હવે વીમા એજન્ટને 30-35 ટકાના બદલે માત્ર 20 ટકા કમિશન મળશે. તેનાથી વીમો લેનારા લોકોની પ્રીમિયમની રકમમાં ઘટાડો થશે.

  1. ઓડી કારના ભાવમાં વધારો કરે છે

જો તમે ઓડી કાર ખરીદવા જઈ રહ્યા છો, તો આજથી તમારે તેના પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ખરેખર, સપ્ટેમ્બર મહિનાથી, ઓડીએ તેની તમામ કારની કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે. ઓડી કારના ભાવમાં 2.5 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. આ કારની નવી કિંમતો 20 સપ્ટેમ્બરથી લાગુ થશે.

  1. ગાઝિયાબાદમાં સર્કલ રેટ પર અસર

જો તમે ગાઝિયાબાદમાં પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે 1લી સપ્ટેમ્બરથી વધુ પૈસા ખર્ચવા પડશે. ગાઝિયાબાદમાં સર્કલ રેટમાં 2-4 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. એટલે કે પ્રોપર્ટી ખરીદવી મોંઘી પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Embed widget