Rain: 24 કલાકમાં 191 તાલુકામાં માવઠાએ વર્તાવ્યો કહેર, સૌથી વધુ ખંભાતમાં 4 ઇંચ ખાબક્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે

Rain Update: ભરઉનાળે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, અચાનક ખાબકેલા કમોસમી વરસાદે ગુજરાતમાં કહેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં માવઠાનો વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત બન્યા છે, ઉભા પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના ખંભાતમાં 4 ઇંચ પડ્યો છે, આ ઉપરાંત ભાવનગર અને અમદવાદમાં 3-3 ઇંચ વરસાદ પડતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અહીં જાણો વરસાદના તાજા આંકડા....
છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં આણંદના ખંભાતમાં 4 ઈંચ
છેલ્લા 24 કલાકમાં ભાવનગર તાલુકામાં 3 ઈંચ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદના બાવળામાં પોણા 3 ઈંચ
છેલ્લા 24 કલાકમાં વડોદરા તાલુકામાં અઢી ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદમાં અઢી ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં ખેડાના નડિયાદમાં સવા બે ઈંચ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં સવા બે ઈંચ
છેલ્લા 24 કલાકમાં નર્મદાના ગરુડેશ્વરમાં બે ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં ખેડાના મહુધામાં બે ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં જામનગરના જામજોધપુરમાં 2 ઈંચ આસપાસ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધોલેરામાં 2 ઈંચ આસપાસ
છેલ્લા 24 કલાકમાં આણંદના તારાપુરમાં 2 ઈંચ આસપાસ
છેલ્લા 24 કલાકમાં ભરૂચના હાંસોટમાં 2 ઈંચ આસપાસ
છેલ્લા 24 કલાકમાં ખેડાના ગળતેશ્વરમાં 2 ઈંચ આસપાસ
છેલ્લા 24 કલાકમાં નર્મદાના તીલકવાડામાં 2 ઈંચ આસપાસ
છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં પોણા બે ઈંચ
છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં પોણા બે ઈંચ
છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ
છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં પોણા બે ઈંચ
છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઘોઘામાં દોઢ ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં દોઢ ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં દોઢ ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં દોઢ ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેસાણમાં દોઢ ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાગરામાં દોઢ ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં મહીસાગરના બાલાસિનોરમાં દોઢ ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના ઉનામાં દોઢ ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરના સંખેડામાં દોઢ ઈંચથી વધુ
છેલ્લા 24 કલાકમાં અમરેલીના સાવરકુંડલામાં દોઢ ઈંચ
ગુજરાતવાસીઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠાના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે, રાજ્યમાં ગઇકાલે 53થી વધુ તાલુકાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે સામાન્ય લોકોની સાથે સાથે ખેડૂતોની ચિંતા વધી હતી, ખેતી પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગે વધુ એક ડરાવનારી આગાહી કરી છે, હવામાન વિભાગ અનુસાર, આજે પણ ગુજરાતમાં માવઠાનું સંકટ યથાવત છે, એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આજે રાજ્યના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકશે. આજે 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 23 જિલ્લામાં કમોસમી વરસાદનું યલો એલર્ટ અપાયુ છે, આ ઉપરાંત કહેવામાં આવ્યુ છે કે, આજે 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.





















