શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ 5 જિલ્લામાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.

Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 9 જુલાઇ સુધી છુટછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ 9થી 12 જુલાઇ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં  છુટોછવાયો વરસાદ વરસી શકે છે. શુક્રવારે રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંઘાયો છે.  સુરતના ઉમરપાડા અને કામરેજમાં સૌથી વધુ ચાર ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  તો વાંસદામાં સવા ચાર, ખેરગામમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.

કેટલા ટકા વરસાદ વરસી ચૂક્યો છે

 રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 30.21 ટકા વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63 ટકા વરસાદ પડ્યો છે. દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.66 ટકા વરસાદ વરસ્યો, મધ્ય ગુજરાત સિઝનનો અત્યાર સુધીમાં 14.98 ટકા વરસાદ વરસ્યો છે

ઉપરવાસ અને રાજ્યમાં વરસેલા વરસાદથી જળાશયોની જળસપાટીમાં વઘારો થયો છે.  સરદાર સરોવર ડેમમાં હાલ 49.92 ટકા જળસંગ્રહ છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 38.38 ટકા જળસંગ્રહ છે.સૌરાષ્ટ્રના 141 પૈકી બે જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં હાલ 23.46 ટકા જળસંગ્રહ છે.  તો કચ્છના 20 જળાશયોમાં 21.24 ટકા જળસંગ્રહ  છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 41.60 ટકા, તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32.90 ટકા જળસંગ્રહ.. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 25.80 ટકા જળસંગ્રહ  છે.

છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે,તો અન્ય વિસ્તારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ,  વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ, નવસારીના ખેરગામમાં સવા ચાર ઈંચ,વલસાડના પારડીમાં ચાર ઈંચ ,સુરતના કામરેજમાં ચાર ઈંચ,ભાવનગરના વલ્લભીપુરમાં પોણા ચાર ઈંચ,ડેડીયાપાડામાં સાડા ત્રણ ઈંચ,ડોલવણમાં સાડા ત્રણ ઈંચ,તિલકવાડામાં સાડા ત્રણ ઈંચ,ઉમરાળામાં સવા ત્રણ ઈંચ, બારડોલીમાં ત્રણ ઈંચ,ધરમપુરમાં ત્રણ ઈંચ,નવસારીના ચીખલીમાં પોણા ત્રણ ઈંચ,સુરતના મહુવામાં અઢી ઈંચ,ડાંગના વઘઈમાં અઢી ઈંચ, વાલોડ, વ્યારામાં અઢી ઈંચ,નવસારી તાલુકામાં અઢી ઈંચ,સુરત શહેરમાં સવા બે ઈંચ,સુરતના માંગરોળમાં સવા બે ઈંચ, નેત્રંગમાં બે ઈંચ,સોનગઢમાં બે ઈંચ,જલાલપોરમાં બે ઈંચ,વાપી તાલુકામાં બે ઈંચ, ભાવનગરમાં પોણા બે ઈંચ, ગણદેવીમાં પોણા બે ઈંચ, ઓલપાડમાં પોણા બે ઈંચ, સાગબારામાં પોણા બે ઈંચ, ચોર્યાસીમાં પોણા બે ઈંચ,ચુડા,નીઝર, સુબિરમાં પોણા બે ઈંચ,નાંદોદ, વલસાડમાં દોઢ ઈંચ,વલસાડ, વાસો,સિનોરમાં દોઢ ઈંચ,ગળતેશ્વર, માંડવીમાં દોઢ,સુરતના માંડવીમાં દોઢ ઈંચ,લસાણામાં સવા ઈંચ,પોશિના,આહવામાં સવા ઈંચ,છોટા ઉદેપુરના નસવાડીમાં સવા ઈંચ,ભરૂચના વાલીયામાં એક ઈંચ,ઉમરગામ, દેવગઢબારીયામાં એક ઈંચ,તળાજા, પાલિતાણા, શિહોરમાં એક ઈંચ,ભાવનગરના મહુવા,ગઢડામાં એક એક ઈંચ  વરસાદ વરસ્યો છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
Embed widget