Weather Update: ગુજરાતમાં આ દિવસથી વરસાદ લેશે વિરામ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ આજ અને કાલ એટલે 24 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ આજ અને કાલ એટલે 24 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ હોવાથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે, 25 જુલાઇ બાદ ફરી ગુજરાતમાં વરસાદ વિરામ લેશે.
ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે. આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.
8 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકામાં નોંધાયો વરસાદ
- 8 વાગ્યા સુધીમાં રાજકોટના લોધિકામાં ખાબક્યો સવા બે ઈંચ વરસાદ
- 8 વાગ્યા સુધીમાં ભરૂચ તાલુકામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
- 8 વાગ્યા સુધીમાં રાજકોટના કોટડાસાંગાણીમાં પોણા બે ઈંચ વરસાદ
- 8 વાગ્યા સુધીમાં ભરૂચના અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ
- 8 વાગ્યા સુધીમાં ભાવનગર તાલુકામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- 8 વાગ્યા સુધીમાં ભરૂચના ઝઘડીયામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- 8 વાગ્યા સુધીમાં અમરેલીના લાઠીમાં એક ઈંચ વરસાદ
- 8 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં પોણો ઈંચ વરસાદ
- ગોંડલ, કપરાડા, બાબરામાં અડધો અડધો ઈંચ વરસાદ
- ધરમપુર, જોડીયા, જસદણમાં અડધો અડધો ઈંચ વરસાદ