શોધખોળ કરો

Amreli Rain: અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.  

અમરેલી:  અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.  વીજળીના કડાકા સાથે જીરા, બોરાળા, ખડકલા, ભુવા, જૂના સાવર, સિમરન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે.  વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  ખારાપાટ વિસ્તારના ગામડાઓમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

 આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના અનુસાર,  ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતના  નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદ અને વડોદરામાં પણ હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, રાજકોટ, મોરબી, બોટાદ  અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યના 25 તાલુકામાં મેઘમહેર 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે દ્વારકા જીલ્લામાં પડ્યો હતો. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે. આ સાથે જ ખંભાળિયામાં પ્રથમ વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો છે.

પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા. 

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ

દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) 11 જૂને ગુજરાતના દક્ષિણ ગુજરાતના નવસારી પહોંચ્યું હતું.  જોકે, રાજ્યના અન્ય ભાગોમાં આગળ વધવામાં તેને વિલંબ થયો છે કારણ કે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓએ તેની ગતિ ધીમી કરી દીધી છે. IMDના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ ન હોવાથી તે રાજ્યમાં આગળ વધી શક્યું નથી. ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે બુધવારે અને ગુરૂવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે. હાલ જે વરસાદ થઇ રહ્યો છે તે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઇ રહ્યો છે.         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget