શોધખોળ કરો
શિયાળાની વિદાય વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે વરસાદ
રાજ્યમાં આ સિવાયના મોટાભાગના વિસ્તારમાં સૂકુ વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે.
ગુજરાતમાં હવે શિયાળાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે ત્યારે જ વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તાપીમાં 19 ફેબ્રુઆરીના હળવો વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં આ સિવાયના મોટાભાગના વિસ્તારમાં સૂકુ વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જોકે ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ર૦ ફેબ્રુઆરીથી ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. ૧૬ થી૧૮ ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદની શકયતા રહેલી છે. ૧૮ થી ર૧ ફેબ્રુઆરી દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા વાદળોથી ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠુ થવાની શકયતા છે વધુ ભેજવાળા વાદળો હશે તો વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસગાર અનેમધ્ય ગુજરાતના ભાગોમાં કોમસમી વરસાદ થઇ શકે છે. અરવલ્લી, સારકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા છે. ર૧ થી ર૩ ફેબ્રુઆરીમાં દેશના ઉતરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષ અને કમોસમી વરસાદ થવાની શકયતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement