દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાનવિભાગે દક્ષિણ ગુજરાતમાં હજુ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. .જો કે અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે.
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાનવિભાગે દક્ષિણ ગુજરાતમાં હજુ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. .જો કે અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. હાલ હવામાં ભેજ હોવાથી લઘુત્તમ તાપમાન ઘટ્યું નથી પરંતુ 2 દિવસ બાદ રાજ્યમાં ઠંડી અનુભવાશે. લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે કમોસમી વરસાદ પડ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતાં જ વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
19મી ડિસેમ્બરે યોજાશે 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી, આજથી આચારસંહિતા લાગુ
ગુજરાતમાં આગામી 19મી ડિસેમ્બરે 10,879 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું નોટિફિકેશન 29મી નવેમ્બરે જાહેર થશે. મતદાન 19 ડિસેમ્બર રવિવારે મતદાન યોજાશે. મત ગણતરી 21 ડિસેમ્બરના રોજ થશે. આજે આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ પડશે.
સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોલીંગ બૂથ પર જઈને મતદાન કરી શકશે. બેલેટ પેપરથી મતદાન થશે. પુનઃ મતદાનની તારીખ (જરૂર જણાય તો) 20 ડિસેમ્બર છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ 24મી ડિસેમ્બર છે. ગ્રામ પંચાયત માટેની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રની ચકાસણી 6 ડિસેમ્બરે થશે. તેમજ ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર છે.
આ 10,879 અંદાજિત ગ્રામ પંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથ આ સિવાયની જે ગ્રામ પંચાયતોની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.