શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 4.1 ઇંચ
રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 78 તાલુકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના જલાલપોરમાં4.1 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર: રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 78 તાલુકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના જલાલપોરમાં4.1 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકમાં 2.8 ઇંચ, સુરતના ચોર્યાસી તાલુકામાં 2.71 ઇંચ, બોટાદમાં 2.4 ઇંચ, વલસાડ તાલુકામાં 2.16 ઈંચ, વલસાડના પારડીમાં 2.16 ઈંચ, ખેડાના કંપડવંજમાં 2.0 ઈંચ, સુરતના પલસાણામાં 1.81 ઈંચ અને સુરત શહેરમાં 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સતત ત્રીજા દિવસે અમરેલી શહેરમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા તો અનેક વિસ્તારમાં રોડ-રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા.
રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી છવાયેલો રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગના મતે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દીવ-દમણ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 33 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 61 ટકા, કચ્છ ઝોનમાં 79 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 20.72 ટકા, મધ્ય ગુજરાત ઝોનમાં 20.24 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 18.84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ચોમાસાની સિઝનમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હજી વરસાદની ખાધ છે. હવામાન વિભાગના મતે અઠવાડિયામાં આ બંન્ને ઝોનમાં વરસાદની ઘટ દૂર થાય તેવી સંભાવના છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં વરસ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion