Amreli Rain: અમરેલી જિલ્લામાં મીની વાવજોડા જેવો માહોલ, વડિયા, બાબરામાં વીજળીના કડાકા સાથે વરસાદ
અમરેલી જિલ્લામાં મીની વાવજોડા જેવો માહોલ છે. અમરેલી શહેરમાં પવન સાથે વરસાદ ખાબકતા અફરા તફરી મચી ગઈ છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં મીની વાવજોડા જેવો માહોલ છે. અમરેલી શહેરમાં પવન સાથે વરસાદ ખાબકતા અફરા તફરી મચી ગઈ છે. ધૂળની ડમરી ઉડતા દોડધામ મચી ગઈ હતી. અમરેલી શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા શહેરમાં વાવાજોડા જેવો માહોલ જોવા મળ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે બાબરા સહિત અમરેલીમાં વરસાદની એન્ટ્રી થઈ છે.
બપોર બાદ અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ભારે પવનોના કારણે વાવાજોડા જેવો માહોલ છે. વીજળીના કડાકા અને ભારે પવન વચ્ચે વરસાદ શરુ થયો છે.
અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબકયો છે. અમરેલીના શેડુભાર, વડીયા, લાઠી, લિલીયાના નાના કણકોટ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામા ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
AMCનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ
રવિવારે સાંજે અમદાવાદમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા મહાનગરપાલિકાની પ્રી- મોનસૂનનો પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચાંદખેડા અને રાણીપમાં વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતું. વરસાદની સાથે ભારે પવન પવન ફુંકાતા શહેરમાં 15 વૃક્ષો ધારાશાયી થયા હતા. ભારે પવનના કારણે ઠેર ઠેર જાહેરાતના હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા. ઘણી જગ્યાઓ પર પાણી ભરાતા વાહનો બંધ થતા વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
ઉસ્માનપુરા, બોડકદેવ, સાયન્સ સીટી, ગોતા, ચાંદલોડિયા. જોધપુર, બોપલ, મક્તમપુરામાં સાડા ત્રણ ઈંચ અને સરખેજમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે દાણાપીઠ, દુધેશ્વર અને મણિનગરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે સાબરમતી નદી પરના વાસણા બેરેજના ચાર દરવાજા ખોલી છ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જ્યારે શહેરના વેષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ તરફ જતા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો. અંડર બ્રિજ બંધ કરાતા બે કિલોમીટર સુધીના રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.