શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીની નજીકના આ નેતાને બનાવાયા ગુજરાત કૉંગ્રેસના પ્રભારી, જાણો વિગતો
રાહુલ ગાંધીની નજીકનાનેતા અને રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રધુ શર્માને ગુજરાત કૉંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીની નજીકનાનેતા અને રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રધુ શર્માને ગુજરાત કૉંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાજસ્થાન સરકારમાં રધુ શર્મા સ્વાસ્થ્ય મંત્રી છે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના નજીકના માનવામાં આવે છે.
ગુજરાત કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી નિતૃત્વ સંકટનો સામનો કરી રહ્યુ છે. આખરે પાંચ-છ મહિના બાદ પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રભારીને નિમણૂક કરી છે. રાજીવ સાતવ બાદ આ જગ્યા ખાલી હતી. હાલમાં ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં છ મહાનગર પાલિકા સહિત અનેક નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement