Gujarat Election: જાણો સૌરાષ્ટ્રના ક્યા નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા
Gujarat Assembly Election 2022: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમરેલી જિલ્લાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રાજુલા શહેરમાં મુખ્ય માર્ગ ઉપર રોડ શો યોજી આમ આદમી પાર્ટીનો પ્રચાર શરૂ કર્યો હતો.
Gujarat Assembly Election 2022: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમરેલી જિલ્લાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રાજુલા શહેરમાં મુખ્ય માર્ગ ઉપર રોડ શો યોજી આમ આદમી પાર્ટીનો પ્રચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક નગરપાલિકા પ્રમુખ આપ પાર્ટીમાં જોડાયા છે.
આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી ટેક્સ ભરીએ છે, તેમ છતાં સરકારની તિજોરી ખાલી કેમ છે?
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 13, 2022
આપણા બાળકો માટે એમની તિજોરીઓ ખાલી થઇ જાય છે, જ્યારે પોતાના બાળકો માટે એમની તિજોરીઓ ક્યારેય ખાલી નથી થતી. - @BhagwantMann pic.twitter.com/4RT74Qm3gB
2022 વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પુર જોરજોશથી શરૂ થયો છે. આજે અમરેલી જિલ્લામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજુલા શહેરમાં પહોચ્યા હતા અને મુખ્ય માર્ગ ઉપર રોડ શો યોજી આપ પાર્ટીનો પ્રચાર કર્યો હતો. સ્થાનીક ઉમેદવાર ભરત બલદાણયા સહિત આપ પાર્ટીના કાર્યકરો જોડાયા હતા અને શહેરમાં આપ પાર્ટીનો પ્રચાર કરતા આપ પાર્ટીનો માહોલ આજે પહેલી વખત રાજુલા શહેરમાં જોવા મળ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી ભગવંત માને ભાષણ કરતા પેપર ફૂટવા મુદ્દે આક્ષેપ કર્યા હતા અને કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. કોંગ્રેસ હાલમાં કોમામાં જતી રહી અને પ્રજા કોંગ્રેસને મત આપશો તો ભાજપને મત જશે. જ્યારે ભાજપ 27 વર્ષથી શાશન પર છે જેથી અહંકાર છે આમ ભાજપ કોંગ્રેસ બંને ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
રોડ શો દરમ્યાન મુખ્યમંત્રી ભાગવત માન દ્વારા મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું 27 વર્ષના શાશનમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી લોકો પરેશાન છે અને પરિવર્તન લોકોને જોઈએ છે આપ પાર્ટી સર્વેમાં નહિ આવે સીધી સરકારમાં આવશે જ્યારે આજે રાજુલા નગરપાલિકા પ્રમુખ રમેશ કાતરિયા અગાવ કોંગ્રેસ પક્ષમાં હતા પરંતુ જે તે સમયે કોંગ્રેસ પક્ષ સામે બળવો કર્યો હતો જેના કારણે જે તે સમયે કોંગ્રેસ પક્ષ દ્વારા સસ્પેન્ડ કર્યા હતા અને હાલમાં કોંગ્રેસ પક્ષમાં સક્રિય હતા અને આજે આપ પાર્ટીમાં જોડાતા રાજકારણ ગરમાયુ અને આપ પાર્ટીના મેનિફેસટો આરોગ્ય શિક્ષણના વાયદા પસંદ કરી આપ પાર્ટી પસંદ કરતા આપ પાર્ટીના ઉમેદવાર ભરત બલદાણીયાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.