Rashtriya Ekta Diwas: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, કહ્યુ-'અમે સૌનો સાથ, સૌના વિકાસનો રસ્તો અપનાવ્યો'
Rashtriya Ekta Diwas Live: રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા.

Background
Rashtriya Ekta Diwas Live: રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા. અહી તેમણે 150મી સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા હતા.
ભારત યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ 'એક રાષ્ટ્ર, એક નાગરિક સંહિતા' (યુનિફોર્મ સિવિલ કોડ)ની પણ ચર્ચા કરી હતી, જે તમામ નાગરિકો માટે કાયદાનો સમાન સમૂહ હોવાનું કહેવાય છે. તેને "ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા" ગણાવતા તેમણે કહ્યું કે તે ભારતને એક અને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. સમાન નાગરિક સંહિતાનો હેતુ દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદાનો અમલ કરવાનો છે, જેથી ધર્મ, જાતિ અથવા લિંગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થાય.
#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "Today the whole country is happy that after seven decades of independence, the resolution of one country and one constitution has been fulfilled. This is my biggest tribute to Sardar Saheb. For 70 years, Baba… pic.twitter.com/Cy7qPAGEKI
— ANI (@ANI) October 31, 2024
'રાષ્ટ્રીય એકતા દિવસ' પર વડા પ્રધાન મોદીએ કહ્યું, "આજે આપણે બધા વન નેશન આઇડેન્ટિટી - આધારની સફળતા જોઈ રહ્યા છીએ અને વિશ્વ પણ તેના વિશે વાત કરી રહ્યું છે. અગાઉ ભારતમાં અલગ અલગ ટેક્સ સિસ્ટમ હતી, પરંતુ આપણે એક ટેક્સ વ્યવસ્થા જીએસટીનો કાયદો લાગુ કર્યો. આપણે એક રાષ્ટ્ર એક પાવર ગ્રીડથી દેશના વિજળી ક્ષેત્રને મજબૂત કર્યું છે. આપણે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડના માધ્યમથી ગરીબોને આપવામાં આવતી સુવિધાઓને એકીકૃત કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે, એકતા માટેના આપણા પ્રયાસોના ભાગરૂપે અમે હવે વન નેશન વન ઇલેક્શન તરફ કામ કરી રહ્યા છીએ, જે ભારતના લોકતંત્રને મજબૂત કરશે, જે ભારતના સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરશે અને દેશને વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં મદદ કરશે નવી ગતિ મળશે. આજે ભારત એક રાષ્ટ્ર નાગરિક સંહિતા એટલે કે સેક્યુલર નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યું છે."
'વન નેશન, વન ઇલેક્શન' પ્રસ્તાવ
વડાપ્રધાન મોદીએ આશ્વાસન આપ્યું કે 'વન નેશન, વન ઇલેક્શન' નો વિચાર ટૂંક સમયમાં સાકાર થશે. તેમણે કહ્યું, "અમે 'વન નેશન, વન ઇલેક્શન' તરફ આગળ વધી રહ્યા છીએ, જે ભારતની લોકશાહીને મજબૂત કરશે અને વિકાસના સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે."
આ પ્રસ્તાવને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે અને આગામી શિયાળુ સત્રમાં સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. 'વન નેશન, વન ઇલેક્શન' નો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં એક જ દિવસે અથવા નિર્ધારિત સમય મર્યાદામાં તમામ ચૂંટણીઓ કરાવવાનો છે, જેથી સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે અને દેશના વિકાસને નવી ગતિ મળે.
#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "...We are now working towards One Nation One Election, which will strengthen India's democracy, give optimum outcome of India's resources and the country will gain new momentum in achieving the dream of a… pic.twitter.com/vUku6ZCnVv
— ANI (@ANI) October 31, 2024





















