Porbandar : માછીમારો માટે રાહત ના સમાચાર, ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો
Porbandar News : પોરબદર ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ અને GFCC ના પૂર્વ ચેરમેન વેલજીભાઈ મસાણીની રજુઆતને સફળતા મળી છે.
Porbandar : માછીમારી માટે બોટમાં વપરાતા ડીઝલના ભાવ ઘટાડા માટે પોરબંદરમાં લડી રહેલા માછીમારો માટે સારા સમાચાર આવ્યા છે. ઓઈલ કંપનીઓએ આ ડીઝલના ભવમાં ઘટાડો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે ઓઇલ કંપનીઓએ માછીમારો માટેના ડીઝલમાં રૂ 12.54 નો ઘટાડો કર્યો છે. માછીમારો ને બલ્ક કન્ઝ્યુમરમાં મળતા ડીઝલનો ભાવ રૂ 115 થી 117 થયો હતો. પોરબદર ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ અને GFCC ના પૂર્વ ચેરમેન વેલજીભાઈ મસાણીની રજુઆતને સફળતા મળી છે.
જો કે ભાવ ઘટાડા બાદ પણ બજાર કરતા 3 રૂપિયા ડીઝલ મોંઘુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી હાલ બજારમાં મળતા ભાવ મુજબ માછીમારોને ડીઝલ આપવા માંગ કરવામાં આવી રહી છે. ડીઝલના ભાવ વધારા ને લઈ ગુજરાત સહિત દેશભરના માછીમારો માં રોષ જોવા મળ્યો હતો. ડીઝલના ભાવ મુદ્દે માછીમારો આંદોલનના મૂડમાં છે. જ્યાં સુધી ડીઝલના પૂરતા ભાવ નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ રાખશે એવું માછીમારોનું કહેવું છે. જો કે માછીમારો ને મળતા ડીઝલના ભાવમાં ઘટાડો કરવા સરકારની વિચારણા છે.
આજે ગુજરાત સાથે ડાંગનો પણ સ્થાપના દિવસ
આજે 1 મે ગુજરાત સ્થપાના દિવસ સાથે ડાંગનો પણ સ્થાપના દિવસ હે.1960 માં મહારાષ્ટ્રથી ગુજરાત જુદુ પડ્યું ત્યારે ડાંગ જિલ્લાને માહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યો હતો. જોકે ડાંગના તે સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ડાંગ જિલાને ગુજરાતમાં રાખવા લડત ચલાવી હતી અને સંઘર્ષ બાદ ડાંગને ગુજરાતનો હિસ્સો બનવવામાં આવ્યો હતો. જેના કારણે આજે ગુજરાતના પ્રવાસન સ્થળમાં સૌથી લોકપ્રિય એવુ કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ આજે ગુજરાતની શાન બન્યું છે.
વર્ષ 1956ની મહાગુજરાત ચળવળ અને ડાંગ સાથેના ગુજરાત રાજ્યના સ્વપ્નદૃષ્ટા એવા ડાંગ સ્વરાજ આશ્રમના નાયક બંધુઓ તથા તેમના નિષ્ઠાવાન કાર્યકરોની ધારદાર રજૂઆત અને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની દિલ્હી ખાતેની શ્રેણીબદ્ધ રૂબરૂ મુલાકાત બાદ ડાંગ સાથેના ગુજરાતની 1 મે 1960ના રોજ સ્થાપના થઈ.