ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, માત્ર 10.04 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
ધોરણ 10 પછીના ડિપ્લોમાં, આઈટીઆઈ અને ધોરણ 11માં આ પરિણામ બાદ ઘણા પ્રવેશ વધશે.
ગુજરાત શિક્ષક બોર્ડે લીધેલ ધોરણ દસના સાડા ત્રણ લાખથી વધુ રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ આજે સવાર આઠ વાગ્યે જાહેર થયું છે. પરિણામ બોર્ડની વેબસાઈટ https://result.gseb.org/ પર સવારે આઠ વાગ્યે ઓનલાઈન જાહેર થયું છે.
કુલ પરિણામ માત્ર 10 ટકા આવ્યું છે એટલે કે 10.04 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. કુલ 326505 વિદ્યાર્થીઓ નોંધાયા હતા દજેમાંથી 298817 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી 30012 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ પરીક્ષા રાજ્યના 579 કેન્દ્રો પર લેવામાં આવેલ હતી. જેમાં 3,26,505 પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા, હતા, તે પૈકી 2,98,817 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને 30,012 પરીક્ષાર્થિઓ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જુ લાઈ-2021 ની પરીક્ષાનું સમગ્ર રાજ્યનું પરિણામ 10.04% આવેલ છે.
15 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષામાં ધોરણ 12 સાયંસ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે.
ખાનગી રિપિટર તરીકે 15 હજાર 90 વિદ્યાર્થીઓ છે. આઈસોલેટેડ કેટેગરીમાં 52 હજાર 90 અને બાકીના ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ રિપીટર છે. કુલ ત્રણ લાખ 78 હજાર 431 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. આ પરીક્ષાનું પરિણામ ખુબ મહત્વનું છે. કારણ કે ધોરણ 10 પછીના ડિપ્લોમાં, આઈટીઆઈ અને ધોરણ 11માં આ પરિણામ બાદ ઘણા પ્રવેશ વધશે.