શોધખોળ કરો

રૂપાણી સરકારે 29 શહેરોમાં લાદ્યો નાઈટ કરફ્યુ, જાણો શું-શું નિયંત્રણ લદાયાં ? શું રહેશે બિલકુલ બંધ ને શું રહેશે ખુલ્લું ?

આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાત સરકારે રાજ્યના વધુ શહેરમાં રાત્રી કર્ફ્યુ લગાવ્યું છે. 20ની જગ્યાએ હવે 29 શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રીના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

  • રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રી કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.
  • આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે.
  • આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
  • અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
  • આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
  • આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.
  • તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
  • સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
  • સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
  • સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
  • સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dwarka Alret | માછીમારો થઈ જજો એલર્ટ, દરિયામાં ઉછળશે ઊંચા મોજા | Watch VideoPadminiba Vala | સંકલન સમિતિને સવાલ કરતા કરતા કોંગ્રેસ વિશે શું બોલ્યા પદ્મિની બા? | Abp AsmitaAmreli | સતત ત્રીજા દિવસે માવઠાનો માર, સાવરકુંડલા અને લીલીયાના થયા કંઈક આવા હાલPadminiba Vala | કરણસિંહ ચાવડાને લઈને પદ્મિનીએ કહી દીધી મોટી વાત | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Tarot card Reading Horoscope today: ટેરોટ કાર્ડ અનુસાર 18 મે શનિવારનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે?
Tarot card Reading Horoscope today: ટેરોટ કાર્ડ અનુસાર 18 મે શનિવારનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે?
Horoscope Today Horoscope Today: શનિવારનો  દિવસે આ રાશિના જાતકની વધારી શકે છે ચિંતા,  જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Horoscope Today Horoscope Today: શનિવારનો દિવસે આ રાશિના જાતકની વધારી શકે છે ચિંતા, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Safalta Ka Mantra: સવારે ઉઠતાં જ ભૂલથી પણ ન કરો આ કામ, આખો દિવસ થઈ જશે બરબાદ
Safalta Ka Mantra: સવારે ઉઠતાં જ ભૂલથી પણ ન કરો આ કામ, આખો દિવસ થઈ જશે બરબાદ
IGI Aviation Recruitment 2024: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર નીકળી 1 હજારથી વધુ પદ પર ભરતી, આ રીતે થશે પસંદગી
IGI Aviation Recruitment 2024: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર નીકળી 1 હજારથી વધુ પદ પર ભરતી, આ રીતે થશે પસંદગી
Embed widget