શોધખોળ કરો

રૂપાણી સરકારે કરી 3 IPS અધિકારીની ટ્રાન્સફર, સરકારની નજીક ગણાતા ક્યા અધિકારીને દૂર ફેંકી દેવાયા ? મહિલા અધિકારીને કેમ ટ્રાન્સફર કરાયાં ?

ગુજરાતની વિજય રૂપાણી સરકારે બદલીઓનો વધુ એક દોર હાથ ધરીને શનિવારે રાત્રે સાંજે ત્રણ IPS અધિકારીની ટ્રાન્સફર કરી હતી. આ અધિકારીઓમાં દીપેન ભદ્રેન, શ્વેતા શ્રીમાળી અને કે. કે. નિનામાનો સમાવેશ થાય છે.

ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે બદલીઓનો વધુ એક દોર હાથ ધરીને શનિવારે રાત્રે સાંજે ત્રણ IPS અધિકારીની ટ્રાન્સફર કરી હતી. આ અધિકારીઓમાં દીપેન ભદ્રેન, શ્વેતા શ્રીમાળી અને કે. કે. નિનામાનો સમાવેશ થાય છે. દીપેન ભદ્રેનને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP પદેથી હટાવીને જામનગર જિલ્લા પોલીસ વડા (SP) બનાવાયા છે. 2007ની બેચના IPS અધિકારી દીપેન ભદ્રેનને હટાવી દેવાયા એ મુદ્દો પોલીસ તંત્રમા ચર્ચાનો વિષય બન્યો છે. સરકારની ગુડબુકમાં રહેલા દીપેન ભદ્રેનને પ્રમોશન અપાવાની અટકળો ચાલી રહી હતી ત્યારે તેમની છેક છેવાડાના જિલ્લામાં બદલી કરાઈ છે. જામનગર જિલ્લા પોલીસ વડા (SP) શ્વેતા શ્રીમાળી 2010ની બેચના IPS અધિકારી છે. શ્રીમાળીની SRPF ગ્રુપ-17માં બદલી કરી દેવાઈ છે. પોતાના તાબા હેઠળના સબ ઈન્સ્પેક્ટર રાદડિયા દ્વારા આચરવામાં આવેલા ગુના હેઠળ જપ્ત મોટરકારના કાંડ બદલ શ્રીમાળીની ટ્રાન્સફર થયાનું કહેવાય છે. જો કે સૂત્રોના મતે, શ્વેતા શ્રીમાળી પ્રેગનન્ટ છે અને ત્રણ મહિના પછી બાળકને જન્મ આપશે. આ કારણે તે વધારે સ્ટ્રેસ લેવા નથી માગતાં તેથી તેમને કામનો બહુ બોજ ના પડે એવી જગાએ મૂકવામાં આવ્યાં છે. જામનગરના SRPF ગ્રુપ-17માંથી કે. કે. નિનામાને કેવડિયા કોલોની સ્થિત SRPF ગ્રુપ-18ના કમાન્ડન્ટ તરીકે મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં DCP દિપેન ભદ્રેનની જગ્યાએ ગૃહ વિભાગે અન્ય કોઈની નિમણૂંક કરી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget