શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકાર ગુજરાતના વિદ્યાર્થીઓને આપશે રૂપિયા 12 હજાર સબસિડી, આ રકમ મેળવવા શું કરવું પડશે ?
આ અરજી જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા geda.gujarat.gov.in વેબસાઇટ પર ડાઉનલોડ કરી શકાશે.
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ધોરણ-9થી કોલેજ સુધીના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સહાયની યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ વિદ્યર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા માટે સરકાર 12,000 રૂપિયાની સહાય આપશે. આ સહાય કુલ 10,000 વાહનોને આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
રાજ્યમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા માટે ઈલેક્ટ્રીક વાહનનો ઉપોયગ વધારવા માટે 12,000 રૂપિયાની સહાયની અગાઉ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.
સહાયની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ યોજના હેઠળ જે ધોરણ 9થી 12 તથા કોલેજેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અરજી કરી શેક છે. એક વિદ્યાર્થી દીઠ એક જ અરજી કરી શકાશે. આ અરજી જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા geda.gujarat.gov.in વેબસાઇટ પર ડાઉનલોડ કરી શકાશે.
અરજી સાથે બોનાફાઇટ સર્ટીફિકેટ (વર્ષ 2020-21), સ્વ. પ્રમામિત કરેલ અગાઉના વર્ષની માર્કશીટની નકલ, સ્વ પ્રમાણિત વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ, વિદ્યાર્થીનું વિદ્યાર્થીનું સક્ષમ અધિકારીએ આપેલ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ/ દિવ્યાંગ, ગરીબ, અતિગરીબ, બિન અનામત વર્ગના આર્થિક પછાત સંબંધિત પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો) અને ડ્રાઈવીંગ લાસન્સની સ્વ.પ્રમાણિત નકલ (ફક્ત બેટરી સંચાલિત હાઈ સ્પીડ વાહનો માટે) આપવાની રહેશે.
અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને તારીખ 31 ડિસેમ્બર 2020 સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ, જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
આ 12,000 સબસિડીની રકમ વિદ્યાર્થીના બેં ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરાશે. આ માટે ક્યા વાહનની ખરીદી માન્ય છે તેની વિગતો જેડાની વેબસાઈટ geda.gujarat.gov.in પરથી વિગતો મળી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion