રૂપાણી સરકારે કલેકટર ઓફિસમાં હિસાબી અધિકારીની કેટલી જગ્યા ભરવાનો લીધો નિર્ણય ? કેટલો આપશે પગાર, જાણો વિગત
હિસાબી અધિકારી વર્ગ 2ની કુલ 16 જગ્યા તથા હિસાબી અધિકારી વર્ગ3ની કુલ 16 જગ્યાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં હિસાબી અધિકારી વર્ગ 2 માટે પગાર ધોરણ 44,900-1,42,400 (ગ્રેડ પે-4600) તથા હિસાબનીશ વર્ગ 3 માટે 39,900-1,26,600 (ગ્રેડ પે-4400) નક્કી કરવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ રાજ્યની રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યની 33 જિલ્લા કલેકટર કચેરીમાં કુલ 32 નવી જગ્યા ઉભી કરવાનો સરકારે નિર્ણય લેવામાં આવ્યો છે. હિસાબી અધિકારી વર્ગ 2ની કુલ 16 જગ્યા તથા હિસાબી અધિકારી વર્ગ3ની કુલ 16 જગ્યાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં હિસાબી અધિકારી વર્ગ 2 માટે પગાર ધોરણ 44,900-1,42,400 (ગ્રેડ પે-4600) તથા હિસાબનીશ વર્ગ 3 માટે 39,900-1,26,600 (ગ્રેડ પે-4400) નક્કી કરવામાં આવ્યું છે.
અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જુનાગઢ, ડાંગ, દાહોદ, તાપી, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી, પંચમહાલ એમ કુલ 16 જિલ્લામાં જિલ્લાદીઠ એક હિસાબી અધિકારી (વર્ગ 2) તથા એક હિસાબનીશ (વર્ગ 3) મળી કુલ 32 જગ્યાઓ ઉભી કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બન્યા પછી હવે સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને એક પછી એક જિલ્લાથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધતા અને નવા કેસોમાં ઘટાડો નોંધાતા એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે રાજ્યમાં હવે 11 જિલ્લા એવા સામે આવ્યા છે કે જ્યાં 100થી ઓછા એક્ટિવ કેસો છે. એમાંથી પણ 4 જિલ્લા તો એવા છે જ્યાં 50 કે તેથી પણ ઓછા એક્ટિવ કેસો રહ્યા છે.
આ જિલ્લાઓની વાત કરીએ તો સૌથી ઓછા એક્ટિવ કેસો અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 14 છે. આ પછી ડાંગમાં 15 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત મોરબીમાં 26 અને પંચમહાલમાં 50 એક્ટિવ કેસો છે. આ સિવાયની જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠામાં 81, છોટાઉદેપુરમાં 62, દાહોદમાં 76, દેવભૂમિ દ્વારકામાં 66, નર્મદામાં 78, પોરબંદરમાં 96 અને તાપીમાં 68 એક્ટિવ કેસો છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 778 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9944 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 2613 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.80 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,90,906 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 16162 પર પહોંચ્યો છે. જેમાંથી 363 દર્દી વેન્ટિલેટર પર અને 15799 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.80 ટકા છે.