શોધખોળ કરો
Advertisement
‘ડાંગ એક્સપ્રેસ’ સરિતા ગાયકવાડને પગમાં ઈજા થતાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર
સરિતા ગાયકવાડને પોલેન્ડમાં તાલિમ દરમિયાન પગમાં ઇજા પહોંચી હતી. તેના બાદ નવસારી ખાતે એક હોસ્પિટલમાં નાનું ઓપરેશન કરાવ્યું છે. જેના કારણે દોહામાં રમાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં.
નવસારી: દેશની સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસ બાદ ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ પણ દોહામાં રમાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. યુરોપના પોલેન્ડમાં તાલિમ દરમિયાન સરિતાને પગમાં ઇજા પહોંચતી હતી. જેના કારણે તેના પગમા ઓપરેશન કરાવ્યું છે. ઉલ્લેખન્નીય છે કે આસામની હીમા દાસને પણ કમરનો દુખાવો થતાં તે પણ આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં.
સરિતા ગાયકવાડને પોલેન્ડમાં તાલિમ દરમિયાન પગમાં ઇજા પહોંચી હતી. તેના બાદ નવસારી ખાતે એક હોસ્પિટલમાં નાનું ઓપરેશન કરાવ્યું છે. લાંબા સમયથી સરિતાના પગમાં એક નાનકડી ગાંઠ હતી જેને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવી છે. ડોક્ટરોએ તેને થોડો સમય આરામ કરવાની સલાહ આપી હોવાથી 28 તારીખે દોહામાં રમાનારી આંતરાષ્ટ્રીય સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. જેને લઈ સરિતાએ અફસોસ વ્યક્ત કર્યો છે.
સરિતાએ જણાવ્યું હતું કે દોડવીરોને તાલિમ દરમિયાન કે રમતમાં નાની મોટી ઇજાઓ પહોંચતી હોય છે જોકે તેનાથી મારી રમત પર કોઈ અસર નહીં પડે.' તેણે કહ્યું કે આ સ્પર્ધા ઑલિમ્પિક બાદ સૌથી મોટી છે તેથી તેમાં ભાગ ન લેવાનું દુ:ખ છે પરંતુ હું હતાશ નથી. રમતવીરો આ પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થતાં હોય છે તેથી આગામી સમયમાં હું મેદાન પર ફરીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement