શોધખોળ કરો

VIDEO: ગામમાં દારુનું દુષણ વધતા સરપંચે એવો આદેશો કર્યો કે આખા રાજ્યમાં થઈ રહી છે ચર્ચા

આમ તો ગુજરાતમાં દારુબંધી છે પરંતુ તે માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે દારુ પીવાના અસંખ્ય કેસો અનેક વિસ્તારમાંથી સામે આવતા રહે છે. સરકારી કચેરીઓમાંથી દારુની ખાલી બોટલો મળ્યા કિસ્સા સામે આવી ચૂક્યા છે.

જૂનાગઢ: આમ તો ગુજરાતમાં દારુબંધી છે પરંતુ તે માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે દારુ પીવાના અસંખ્ય કેસો અનેક વિસ્તારમાંથી સામે આવતા રહે છે. સરકારી કચેરીઓમાંથી પણ દારુની ખાલી બોટલો મળી આવવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. દારુ પીવાના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. હવે આવી જ ઘટના સામે આવી છે જૂનાગઢ જિલ્લાના પસવાડા ગામે કે જ્યાં દારૂના કારણે 11 લોકોના સમયાંતરે મોત નિપજી ચૂક્યા છે. 

ગામમાં વધી રહેલા દારુના દૂષણને ડામવા માટે સરપંચે બીડુ ઉઠાવ્યું છે અને ઢોલી પાસે ઢોલ વગડાવી જાહેરાત કરાવી છે. ગામમાં દારૂ પીનાર અને વેચનાર સામે કડક કાર્યવાહી કરવાની સરપંચે જાહેરાત કરી છે. હાલમાં આ ઘટનાનો વીડિયો ખુબ લાયરલ થયો છે. આ ઉપરાંત લોકો સરપંચની આ કામગીરીના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં દારુબંધી કેટલી કડક છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ દરિયા કિનારે ફરવા જતા પ્રવાસીઓ સાવધાન! કલેક્ટરે ન્હાવા પર લગાવી દીધો પ્રતિબંધ
દમણ: ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ દમણના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે દમણ કલેકટર આદેશ જારી કર્યો છે. ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 16 મી જૂનથી 31મી ઓગષ્ટ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. દમણના સ્થાનિક લોકો, પર્યટકો કે વિદેશી પ્રવાસીઓને દરિયામાં ન્હાવા પર રોક લગાવાઈ છે. આદેશનો ભંગ કરનાર લોકો વિરુધ કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે.

ગુજરાતમાં મેઘરાજાના મંડાણ, સુરતના કામરેજમાં 2.5 ઇંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદના મંડાણ થઈ ગયા છે. ગઈ કાલે પણ રાજ્યમાં સારો વરસાદ પડ્યો હતો. રાજ્યના 61 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના કામરેજ તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડના કપરાડા, વડોદરાના કરજણ, સુરતના પલસાણામાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જ્યારે બોટાદ, લીંબડી લિલિયા વડિયા, તારાપુર તાલુકામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે બારોડલી, સુરતના મહુવા, સુરેન્દ્રનગરના વઢવાણ, નવસારી, વલસાડ અને ધારીમાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાયના તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.  સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં આજે ધોધમાર વરસાદ પડશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. નૈઋત્યના ચોમાસાએ ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ ગુજરાતના અન્ય કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી છે. જેને પગલે આજે સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.

તો આવતીકાલે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય આજથી રવિવાર સુધી અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget