શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યારથી ખૂલશે સ્કૂલો ? જાણો શું છે સ્કૂલ રિઓપનિંગ ગાઇડલાઇન્સ
ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળાઓ નહિ ખુલે. મળતી જાણકારી અનુસાર દિવાળી વેકેશન બાદ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરીથી શરૂ કરાશે.
ગાંધીનગરઃ કોરોનાના કારણે લોકોમાં ફફડાટનો માહોલ છે અને વાલીઓમાં સ્કૂલો ખોલવા અંગે ભારે ઉત્સુકતા છે. આ માહોલમાં વિજય રૂપાણી સરકારે ધોરણ 1 થી ધોરણ 5ના બાળકો માટે દિવાળી પછી પણ શાળા નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના સંકેત છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સંકેત આપ્યા છે અને તેના કારણે કોરોના મહામારી વચ્ચે વાલીઓ માટે સારા સમાચાર આવ્યા છે.
1 થી 8માં ચાલુ વર્ષે માસ પ્રમોશન?
આ ઉપરાંત છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માસ પ્રમોશન આપવા બાબતે કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી. તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે.
ક્યારથી ખૂલશે સ્કૂલો ?
શિક્ષણ મંત્રી ચુડાસમા અને શાળા સંચાલકો વચ્ચેના વેબીનારમાં ચુડાસમાએ એ પ્રકારના સંકેત આપ્યા હતા કે, ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળાઓ નહિ ખુલે. મળતી જાણકારી અનુસાર દિવાળી વેકેશન બાદ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરીથી શરૂ કરાશે.
કયા વર્ગો સૌથી પહેલા થશે શરૂ ?
ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોરણ 6 થી 8ના બાળકોને સ્કૂલમાં આવવાની છૂટ આપવા વિચારણા ચાલી રહી છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં 9 થી 12ની શાળાઓ શરૂ કરાશે. બાદમાં સ્થિતિ કાબૂમાં આવે તો નાના વર્ગો ખોલવા પર વિચારણા કરવામાં આવશે.
સ્કૂલ રિઓપનિંગ ગાઈડલાઈન્સ
- સ્કૂલ ખૂલ્યાના બે ત્રણ સપ્તાહ સુધી અસેસમેંટ ટેસ્ટ નહીં લઈ શકાય.
- સ્કૂલોમાં એનસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલું વૈકલ્પિક એકેડેમિક કેલેન્ડર લાગુ કરી શકાય છે.
- સ્કૂલોમાં મિડ-ડે મીલ તૈયાર કરતા અને પીરસતી વખતે સાવધાની રાખવી પડશે.
- સ્કૂલ પરિસરમાં કિચન, કેંટીન, વોશરૂમ, લેબ, લાઈબ્રેરી વગેરે સહિત તમામ સ્થાનો પર સાફ સફાઈ અને કીટાણુરહિત કરવાની વ્યવસ્થા કરવી પડશે.
- ઈમરજન્સી કેયર સપોર્ટ, રિસ્પોન્સ ટીમ, તમામ માટે જનરલ સપોર્ટ ટીમ, હાઈજીન ઈન્સ્પેક્શન ટીમ જેવી વિવિધ ટીમો બનાવવાની જવાબદારી સ્કૂલો દ્વારા આપી શકાય છે.
- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશ મુજબ સ્કૂલ સ્વયં પણ એસઓપી બનાવી શકે છે. તેમાં સામાજિક અંતર અને સુરક્ષાના નિયમો સામેલ હોવા જોઈએ. જેને સ્કૂલના નોટિસ બોર્ડ પર લગાવવાની સાથે પેરેન્ટ્સને સ્કૂલના કમ્યુનિકેશન સિસ્ટમના માધ્યમથી મોકલવી જોઈએ.
- સ્કૂલમાં બેસતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું પડશે. સ્કૂલ આવવા અને જવાનું ટાઈમ ટેબલ બનાવી તેનું પાલન કરાવવું પડશે.
- તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે માસ્ક પહેરી રાખવું પડશે.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement