શોધખોળ કરો

કોરોનાનો કહેર વધતા સૌરાષ્ટ્રના કયા ગામોએ જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન?

વડિયાના દેવગામ ગ્રામ પંચાયત દ્વારા 16 એપ્રિલથી 25 એપ્રિલ સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. વેપારીઓ દ્વારા સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ધંધા રોજગાર શરૂ રાખવા નિર્ણય કરાયો છે. 1 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા નિર્ણય કરાયો છે.

અમરેલીઃ કોરોનાનો કહેર વધતા ગામડાઓ સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળ્યા છે. કોરોનાના વધતા કહેરને પગલે વડિયાના દેવગામ ગ્રામ પંચાયત દ્વારા 16 એપ્રિલથી 25 એપ્રિલ સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. વેપારીઓ દ્વારા સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ધંધા રોજગાર શરૂ રાખવા નિર્ણય કરાયો છે. 1 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા નિર્ણય કરાયો છે. 

આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા નિયમો બનાવાયા છે. આ ઉપરાંત જાફરાબાદના ટીંબીમાં પણ ગામ લોકો અને વેપારીઓએ 18 એપ્રિલ સુધી સ્વૈચ્છીક બંધ પાળવા નિર્ણય કર્યો છે.

 રાજ્યમાં કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં દરરોજ રેકોર્ડબ્રેક કેસો આવી રહ્યાં છે. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે આ સંક્રમણથી બચવા લોકો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યાં છે. 

સુરત (Surat) જિલ્લાના બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બારડોલી વ્યાપારી એસોસિયેશન તેમજ પોલીસ અને પ્રશાશન મળી નિર્ણય લીધો છે.  તારીખ 13 થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. બારડોલી નગરે સ્વૈચ્છીક લોકડાઉનનું પાલન શરૂ કર્યું છે. 

બારડોલી નગરની આસપાસના જોડાયેલા તેન , કડોદ , મઢી, સુરલી સહિતના ગામોમાં પણ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે. સુરતના કડોદરા બાદ મહુવા તાલુકામાં પણ 15 થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહુવા તાલુકાના મહુવા, કરચેલીયા,વલવાળાતેમજ અનાવલ સંપૂર્ણ બંધ રહેશે. આવશ્યક સેવાઓ સિવાય તમામ ધંધા રોજગાર બંધ રહેશે.

માંડવી 

આ સિવાય સુરતના માંડવી નગરજનોએ આગામી 15 એપ્રિલ થી 23 તારીખ સુધી માંડવી નગર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માંડવી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં જાહેરાત આવી છે. પ્રજાને સાથ સહકાર આપવા અપીલ કરાઈ છે. 

કોરોનાથી બચવા સુરત જિલ્લાના ઇસરોલી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. ઈસરોલી ગામમાં છેલ્લા 10 દિવસ માં 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. બહાર થી આવતા લોકો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ફેરિયા અને લારી વાળાને પણ પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

તરસાડી નગરપાલિકામા સ્વૈચ્છિક લોકડાઉન

કડોદરા નગરપાલિકા બાદ તરસાડી નગરપાલિકામા પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તરસાડી- કોસંબા ના વેપારીગણ સાથે મિટિંગ બાદ આ નિર્ણય લેવાયો હતો. તા. 16.04.2021 થી 20.04.2021 સુધી તરસાડી નગર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવશ્યક સેવા દૂધ, મેડિકલ જેવી સેવાઓ સવારથી 7 થી10, અને સાંજે 5.00 થી 8. વાગ્યા સુધી  ખુલ્લા રહેશે.

પલસાણા ગામ 

કોરોનાને અટકાવવા પલસાણા ગામના પણ વેપારીઓએ મહત્વનો  નિર્ણય લીધો છે.  પલસાણા ગામમાં 25 એપ્રિલ સુધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે સવારે ૭ થી ૧૨ નો સમય નક્કી કરાયો છે.  જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો આગામી 25 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

તાપી

તાપી (Tapi) જિલ્લાનું સોનગઢ (Songadh) પણ આવતી કાલથી સ્વૈચ્છિક બંધ થશે. સોનગઢ આગામી 15 તારીખથી બંધ થશે. સોનગઢ નગર પાલિકા દ્વારા વેપારી મંડળ સાથે ચર્ચા કર્યો બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી સોનગઢમાં લોકડાઉન રહેશે. માત્ર દૂધ અને દવા સહિત આવશ્યક ચીજવસ્તુની દુકાનો ચાલુ રહેશે. જિલ્લાના વ્યારા અને સોનગઢ શહેર આવતીકાલથી એક સપ્તાહ માટે લોકડાઉન થશે. શાકભાજી અને ફ્રુટની દુકાનો સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

Embed widget