શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા ? જાણો દિલ્લીમાં કઈ મહત્વની બેઠકમાં આપી હાજરી
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના બળવાખોર નેતાઓના પત્રમાં વાઘેલાનો ઉલ્લેખ કોંગ્રેસના સભ્ય તરીકે કરાયો છે.
ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના બળવાખોર નેતાઓના પત્રમાં વાઘેલાનો ઉલ્લેખ કોંગ્રેસના સભ્ય તરીકે કરાયો છે.
In order to oppose BJP, it is necessary to strengthen the Congress party. We demand the Congress party to initiate dialogue with other likeminded forces to create a platform to pave way for a credible alternative for 2024: Joint statement of Congress' G 23 leaders pic.twitter.com/AsVO1Hm5II
— ANI (@ANI) March 16, 2022
"
કોંગ્રેસમાં અત્યારે નેતૃત્વ પરિવર્તનના મુદ્દે જોરદાર જંગ જામ્યો છે. ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ સહિતના નેતાઓએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા છે. આ જૂથ દ્વારા પંજાબ સહિતના પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર અંગે ચર્ચા કરવા ગુલામ નબી આઝાદના ઘરે બુધવારે રાત્રે કોંગ્રેસના બળવાખોર નેતાઓએ મીટિંગ બોલાવી હતી. આ બેઠક પછી બહાર પડાયેલા નિવેદનમાં શંકરસિંહ વાઘેલાનું નામ છે. પત્રમાં સહી કરનારા તમામ નેતાઓનો ઉલ્લેખ કોંગ્રેસ પાર્ટીના સભ્યો તરીકે કરાયો છે તેથી વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા હોવાની ચર્ચા છે.
શંકરસિંહ વાઘેલાએ 2017માં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડી દીધી હતી. વાઘેલા 2019માં એનસીપીમાં જોડાઈ ગયા હતા. પરંતુ ગયા વર્ષે તેમણે એનસીપી પણ છોડી દીધી છે. વાઘેલા હવે કોંગ્રેસમાં પરત આવવા માંગે છે એવી ચર્ચા લાંબા સમયથી ચાલે છે. કોંગ્રેસના બળવાખોર નેતાઓની બેઠકમાં હાજરીના કારણે વાઘેલા ગૂપચૂપ કોંગ્રેસમાં જોડાઈ ગયા કે શું એવો સવાલ થઈ રહ્યો છે.
ભાજપના દિગ્ગજ પાટીદાર નેતાનો નરેશ પટેલને ટોણો, 'સમાજ એટલે કોણ? સમાજ કોઈને કહેવા આવતો નથી'
અમદાવાદઃ પાટીદાર નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈને ભાજપના દિગ્ગજ પાટીદાર નેતાએ મોટો પ્રહાર કર્યો છે અને નરેશ પટેલને ટોણો મારતાં કહ્યું કે, 'સમાજ એટલે કોણ? સમાજ કોઈને કહેવા આવતો નથી'. સંઘાણીએ હાર્દિક જેવી હાલત ન થાય તેવી નરેશ પટેલને શુભેચ્ચા પણ તેમણે પાઠવી હતી. સમાજને પૂછીને રાજનીતિમાં આવવાની નરેશભાઈની વાતનો સંઘાણીએ છેડ ઉડાવ્યો હતો.
તેમણે ટોણો મારતાં કહ્યું કે, સમાજ એટલે કોણ? નરેશ પટેલ પહેલા મારી સાથે ચર્ચા કરે. જોકે. દિલીપ સંઘાણીના નિવેદનનને લલિત વસોયાએ વાહીયાત ગણાવ્યું. ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે પલટવાર કર્યો હતો અને કહ્યું કે, નરેશ પટેલ રાજનીતિમાં આવે તો ભાજપની દુકાન બંધ થવાનો સંઘાણીને ડર છે. દિલીપભાઈએ સમાજને લૂંટ્યો અને છેતર્યો છે.