(Source: ECI/ABP News/ABP Majha)
"શાંતિ બિઝનેસ સ્કૂલ'માં ''શહેર '21'' ફ્રેશર્સ પાર્ટી યોજાઈ"
જેમાં સિનયર વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમના જુનિયર વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું ."બોલિવૂડ રેટ્રો" આ ઇવેન્ટની થીમ હતી
અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ"ના સિનયર વિદ્યાર્થીઓએ નવી બેચ 2021-23 ના તમામ વિદ્યાર્થીઓ માટે 'શહેર '21' ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કર્યું હતું.
જેમાં સિનયર વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમના જુનિયર વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું ."બોલિવૂડ રેટ્રો" આ ઇવેન્ટની થીમ હતી જ્યાં વિદ્યાર્થીઓએ બોલીવુડ રેટ્રો થીમ પર આઉટ ફિટ્સ પહેર્યા હતા.પ્રવૃત્તિઓના વિવિધ રાઉન્ડ સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા જેમ કે "ધૂમ મચાલે - ટેલેન્ટ રાઉન્ડ, મેરે સવાલોકા જવાબ દો - ક્વિઝ રાઉન્ડ, આ દેખે જરા કિસમે કિતના હે દમ - સાયકોમેટ્રિક રાઉન્ડ, સિતારોન કી મહેફિલ - ધ રેમ્પ વોક".આ પ્રસંગના અંતે 'દેશના જૈન'ને મિસ ફ્રેશર અને 'રાહુલ મિશ્રા'ને મિસ્ટર ફ્રેશરના ટાઇટલ આપવામાં આવ્યા હતા;
આ બે ટાઇટલ સિવાય મિસ અને મિસ્ટર પર્સનાલિટી, મિસ અને મિસ્ટર રેટ્રો અને મિસ અને મિસ્ટર ચાર્મિંગ ટાઇટલ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. લગભગ 320થી વધુ વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.આ પ્રવૃત્તિઓ ખૂબ રસપ્રદ હતી. તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા. સમગ્ર ઇવેન્ટનું આયોજન એસબીએસ સિનયર વિદ્યાર્થીઓ અને કાઉન્સિલના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.