(Source: ECI/ABP News/ABP Majha)
Heavy Rain: ઉપલેટામાં ભારે વરસાદ, સંખ્યાબંધ વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી, કોઝવે પાણી પાણી, જાણો શું છે સ્થિતિ
Heavy Rain: 15 જૂને વાવાઝડાની અસરને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લામાં સતત વરસાદી મોહાલ જામ્યો છે. રાજકોટના ઉપલેટમાં આપ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
Heavy Rain:15 જૂને વાવાઝડાની અસરને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લામાં સતત વરસાદી મોહાલ જામ્યો છે. રાજકોટના ઉપલેટમાં આપ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સતત વરસાદ વરસી રહયો છે. રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદ છે. રાજકોટના ઉપલેટા, ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે અહી અનેક વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા છે. ભારે વરસાદથી ગઢાળા ગામમાં બનાવેલ કોઝ વે પણ ભરાઇ ગયો છે. ઉપરાંત ધોધમાર વરસાદથી મોજ ડેમમાં નવા નીર આવતા 5.50 ફુટ પાણીની આવક વધી છે.
બિપરજોઇ વાવાઝાડની અસરથી લગભગ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. અહી પાલનપુર,અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટીયા પાસે પાણી ભરાયા છે. બે ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોની પરેશાનીમાં વધારો થયો હતો.
બનાસકાંઠામાં રાતભર ધોધમાર વરસાદ ખાબક્યો.વરસાદની છેલ્લા 24 કલાકમાં વાવ 43 મિમી, થરાદ 52 મિમી,ધાનેરા 109 મિમી,દાંતીવાડા 24 મિમી,અમીરગઢ 60 મિમી,દાંતા 58 મિમી, વડગામ 111 મિમી, પાલનપુર 66 મિમી, ડીસા 78 મિમી,દિયોદર 94 મિમી,ભાભર 83 મિમી,કાંકરેજ 38 મિમી,લાખણી 47 મિમી,સુઇગામ 79 મિમી વરસાદ પડ્યો.
બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હવે આ કડીમાં રાજકોટનો આજી-2 ડેમ છલકાયો છે. જે બાદ આજી-2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. સવારે 8 વાગે 14 દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવશે. પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છેરાજકોટના જેતપુરમા ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અબી પીઠડીયાટોલ પ્લાઝાએ પતરા ઉડ્યા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.
અતિશય ભારે પવન સાથે વરસેલા વરસાદથી કચ્છમાં જનજીવન પ્રભાવિત થયું છે. અસંખ્ય મહાકાય વૃક્ષો ધારાશાયી થતાં રસ્તા પણ બ્લોક થઇ ગયા છે. મોટા મકાનને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. કાચા પાકા મકાનોના ઉડ્તાં જોવા મળ્યા હતા. વાવાઝોડા બાદ ભારે પવનને અને વરસાદથી કચ્છમાં તારાજી સર્જાઇ છે. . મોટી સંખ્યામાં વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છે. સેંકડો ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાતા અંધારપટ્ટ જેવી સ્થિતિ છે.