Gujarat election 2022: જાણો ક્યા પૂર્વ ધારાસભ્યના પત્નીએ કરી કોંગ્રેસમાં ઘર વાપસી
Gujarat assembly election 2022: તાપીની નિઝર વિધાનસભા બેઠક વિસ્તારના પૂર્વ ધારાસભ્યના પત્નીની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે. પક્ષ છોડી બીજેપી અને આપમાં ગયેલા સ્નેહલતા પરેશ વસાવા ફરી કોંગ્રેસમાં જોડાયા છે.
Gujarat assembly election 2022: તાપીની નિઝર વિધાનસભા બેઠક વિસ્તારના પૂર્વ ધારાસભ્યના પત્નીની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે. પક્ષ છોડી બીજેપી અને આપમાં ગયેલા સ્નેહલતા પરેશ વસાવા ફરી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં 50 જેટલા કાર્યકરો સાથે તેમણે ઘર વાપસી કરી હતી. સ્નેહલતાબેન વસાવાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષમાંથી ઉમેદવારી પરત ખેંચી કોંગ્રેસમાં સામેલ થયા છે. ઉમેદવાર સુનિલ ગામીત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખના હાથે ખેસ ધારણ કરી કોંગ્રેસમાં પરત ફર્યા છે. પરેશ વસાવા પણ ટૂંક સમયમાં ફરી કોંગ્રેસમાં સામેલ થશે એવુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખએ જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, પરેશ વસાવા નિઝર બેઠક પર ત્રણ ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુનું ચોંકાવનારુ નિવેદન
રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. મળતી જાણકારી અનુસાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભામાં આપેલા ભાષણના કારણે મોટા વિવાદની શક્યતા છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઈન્દ્રનિલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા અને દાવો કર્યો કે સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ બેઠા છે. તો આ સભામાં ઈન્દ્રનિલે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે કહ્યું હતું કે હિંદુ સમાજ માટે આઘાતજનક વાત છે. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે માત્ર હિંદુ સમાજ નહી આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.
‘કૉંગ્રેસ હું ક્યારેય છોડીશ નહીં, જે દિવસે કૉંગ્રેસમાં નહીં હોઉ ત્યારે...’, લલિત વસોયાનું મોટું નિવેદન
ધોરાજી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે. ઉપલેટામાં જનસભા સંબોધતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું કોગ્રેસ ક્યારેય છોડીશ નહી, જે દિવસે કોગ્રેસમાં નહી હોઉ ત્યારે તે દિવસે ઘરે બેસી અને ખેતી કરીશ.
ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ
વસોયાએ કહ્યું કે ચૂંટણી પહેલા ઘણા સમયથી ચાલતું હતું કે લલિત વસોયા ભાજપમાં જશે. લલિત વસોયાને ભાજપ ઉપર પ્રેમ છે પરંતુ કોંગ્રેસ હું છોડીશ નહીં. જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ ભાજપમાં નહીં જવાની ખાતરી આપી હતી. સાથે જ ભાજપ પર ગ્લોબલ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે રાત્રે ઉપલેટામાં સમર્થન જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી-ઉપલેટા બેઠક પર ભાજપના ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, કોંગ્રસને લલિત વસોયા અને આમ આદમી પાર્ટીના વિપુલ સખિયા વચ્ચે જંગ છે.