શોધખોળ કરો
Advertisement
મહાશિવરાત્રિના અવસરે સોમનાથ ટ્રસ્ટનો પ્રયાસ, ભક્તો માટે કરી આ પ્રકારની વિશેષ તૈયારી
મહાશિવરાત્રિ 2021: ચાલુ વર્ષની 11મી માર્ચે મહાશિવરાત્રી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
11 માર્ચે મહાશિવરાત્રિ છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ મહાદેવ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે,. જો કે ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. તો જાણીએ મહાશિવરાત્રીના પર્વે ભક્તો માટે શું તૈયારીઓ કરવામાં આવી છે.
મહાશિવરાત્રીના પર્વે વહેલી સવારે 4 વાગ્યે સોમનાથ મહાદેવના દર્શન ખુલ્લી જશે અને 4 પ્રહરની આરતીનો લાભ ભક્તો લઇ શકશે, મહાશિવરાત્રિના પર્વે નિમિતે સોમનાથ મહાદેવનું મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લુ રહશે.
ઉપરાંત પ્રસાદનો લાભ પણ ભક્તો લઇ શકશે. પ્રસાદ માટે દરિયાકાંઠે ચોપાટી ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાશિવરાત્રીના પર્વે ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ સોમનાથ મહાદેવના મંદિરમાં સર્જાશે. સાંજે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ઓડિટોરિયમ ખાતે યોજાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement