અમદાવાદમાં નવા બ્રિજ નીચેની જગ્યાએ શરૂ કરાશે સ્પોર્ટ્સ એક્ટિવિટી, બનશે ગાર્ડન,ખૂલશે ફૂડ કોર્ટ
Ahmedabad News: અમદાવાદમાં દધીચી બ્રીજની નીચેની જગ્યાને વિકાસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં બ્રિજ નીચેની જગ્યામાં નાના ગાર્ડન, ફૂડ સ્ટોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે

Ahmedabad News: અમદાવાદમાં દધીચી બ્રીજની નીચેની જગ્યાને વિકાસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં બ્રિજ નીચેની જગ્યામાં નાના ગાર્ડન, ફૂડ સ્ટોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. અમદાવાદ સાબરમતી રિવરફ્રંટની 10 દુકાનો 1 લાખથી 1 લાખ 22 હજાર સુધીમાં ભાડે આપવામાં આવશે. દધીચિ બ્રિજ નીચેની દુકાનોમાં ફૂડ કોર્ટ ખૂલશે. ટેંડર ભરવા માટે કેટલીક શરતો લાગૂ કરાઇ છે. સાબરમતી રિવરફ્રન્ટની વેબસાઈટ પર આ ટેન્ડર મૂકવામાં આવ્યું છે. 19 જૂન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ છે. વાડજ વિસ્તારમાં દધીચિ બ્રિજ નીચે પૂર્વ તરફ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બનાવેલી 10 દુકાનોને ફૂડ કોર્ટ માટે ભાડે આપવાનો નિર્ણય લીધો છે. આ જગ્યા તરીકે વિકસાવવા માટે દધીચિ બ્રિજ નીચે આવેલી દુકાનોને ભાડે આપવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનિય છે કે, આ દુકાનો વર્ષોથી બંધ હાલતમાં છે. પાંચ દુકાનો સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ પોલીસને ભાડે આપવામાં આવેલી છે. જો કે હવે બ્રિજ નીચેની 10 જેટલી દુકાનો વર્ષોથી બંધ હોવાને લઈને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બ્રિજ નીચેની જગ્યા નો લાભ લઈને ખાણીપીણી માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તો બીજી તરફ અમદાવાદમાં ગાંધી આશ્રમનો કાયાકલ્પ પણ થઇ રહ્યો છે, સા ગાંધી આશ્રમનો 55 એકરમાં વિકાસ કરાશે, આશરે રૂ.1200 કરોડના ખર્ચે આશ્રમ ડેવલપ કરાશે, રાજ્ય સરકારે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે,5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવાશે.આશ્રમ ડેવલપમેન્ટનો બેઝિક પ્લાન તૈયાર કરી દેવાયો છે.પ્લાન ફાઇનલ મંજૂરી માટે કેન્દ્ર સરકારમાં મોકલાયો છે. આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડ ક્લાસ બનાવાશે,આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ, આશ્રમના 300 મકાનોને બનાવાશે હેરિટેજ સ્થાન,આશ્રમ સંકુલને સાયલન્ટ ઝોન જાહેર કરાશે,આશ્રમવાસીઓને બહારના ભાગે ટેનામેન્ટ ફાળવાશે,મોરરજી દેસાઇની સમાધિ અભયઘાટનો વિકાસ કરાશે,ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરાશે,હરિજન આશ્રમ, ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવનનો વિસ્તાર થશે,હાલનો રસ્તો બંધ કરી વોક વે બનાવવામાં આવશે.ગાંધી આશ્રમ ડેવલપમેન્ટની કામગીરી બિમલ પટેલને સોંપાઇ છે.





















