કચ્છથી પાક માટે જાસૂસી કરનારો ઝડપાયો, PAK એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી
ભારત-પાક તણાવ વચ્ચે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. હાલમાં ગુજરાત ATS એ કચ્છમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી છે.

કચ્છ: ભારત-પાક તણાવ વચ્ચે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. હાલમાં ગુજરાત ATS એ કચ્છમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી છે. તે કચ્છના દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. પોલીસને બાતમી મળી હતી કે આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને BSF અને ભારતીય નેવીની કેટલીક ગુપ્ત માહિતી શેર કરે છે. પોલીસે વોચ ગોઠવી હતી અને તેના માટે એક ટીમ બનાવી હતી.
પાકિસ્તાની એજન્ટ યુવતીના સંપર્કમાં આવ્યો સહદેવસિંહ
સહદેવસિંહ વર્ષ 2023ના જૂન-જુલાઈમાં અદિતિ ભારદ્વાજ નામની એક યુવતી સાથે વોટ્સએપથી સંપર્કમાં આવ્યો હતો, જે એક પાકિસ્તાની એજન્ટ છે. અદિતિએ સહદેવને કેટલાક ટાસ્ક આપ્યા હતા, જેમાં સહદેવના વિસ્તારમાં ભારતીય નેવી અને BSFની ઇમારતોના ચાલી રહેલા બાંધકામ અને નવા થયેલા બાંધકામના ફોટા અને વીડિયો માગ્યા હતા, જે સહદેવે અદિતિને વોટ્સએપથી મોકલ્યા હતા.
સહદેવે પોતાના આધારકાર્ડથી એક સીમ કાર્ડ લઈ તે નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કરી OTP દ્વારા અદિતિને આપ્યું હતું. તે નંબર પર બંને સંપર્કમાં હતા અને સહદેવ બધી માહિતી તે નંબર પર શેર કરતો હતો. સહદેવે વીડિયો અને ફોટો શેર કર્યા હતા, કેટલાક ડિલીટ કર્યા છે જેને રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
Correction | The accused, who has been arrested, shared information related to BSF and Indian Navy* and not of IAF as reported earlier.
— ANI (@ANI) May 24, 2025
Gujarat ATS SP K. Siddharth says, "Gujarat ATS arrested Sahdev Singh Gohil, a multipurpose health worker from Kachchh... We had information…
પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ
સહદેવે એકથી દોઢ વર્ષ પહેલાંથી જાસૂસીનું આ કામ શરૂ કર્યું હતું. આ કામ માટે તેને એક વખત 40 હજાર રૂપિયા રોકડા મળ્યા હોવાની પણ માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં અદિતિ સહિતના બે નંબર પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાયા હોવાનો ખુલાસો થયો છે. હાલ એટીએસએ પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ કર્યો છે.
ATS દ્વારા સહદેવસિંહનો મોબાઈલ ફોન ફોરેન્સિક માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. મોબાઈલ ફોનની વિગતવાર તપાસ કરવામાં આવશે. આરોપીના પાકિસ્તાની હેન્ડલર સાથેના સંદેશાવ્યવહાર અને ડેટાના પુરાવા મળ્યા છે.





















