છોટા ઉદેપુર ડેપોમાંથી STની બસ ચોરાઈ ગઈ, જાણો કોણે અને કેવી રીતે કરી આ ચોરી
ડેપો પ્રશાસન કહેવા મુજબ બસ ના ડ્રાઈવરે બસમાં ડીઝલ પુરાવી તૈયાર કર્યા બાદ લોગબુક લેવા માટે ઓફિસમાં ગયો તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ બસ લઈને ભાગી ગયો.
તમે કાર, બાઈક ચોરીના સમાચાર તો સાંભળ્યા હશે પણ ગુજરાતમાં એક ઘટના એવી બની છે જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશે. ગુજરાતના છોટાઉદેપુરમાં એક વ્યક્તિ એસટીની આખી ચોરી કરીને ભાગી ગયાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ છોટાઉદેપુર એસ.ટી. ડેપોથી માંડવી જતી બસ પ્લેટફોર્મ ઉપર લાગે તે પહેલાં જ આખી બસની ઉઠાંતરી થઈ ગઈ હતી. ડેપો પ્રશાસન કહેવા મુજબ બસ ના ડ્રાઈવરે બસમાં ડીઝલ પુરાવી તૈયાર કર્યા બાદ લોગબુક લેવા માટે ઓફિસમાં ગયો તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ બસ લઈને ભાગી ગયો.
ડીઝલ પમ્પ નજીક બસ ન દેખાતા બસની શોધખોળ કરી પરંતુ આસપાસ બસ ના દેખાઈ. એસ.ટી. વિભાગે બસમાં લાગેલ જી.પી.એસ. ચેક કરતા બસ રંગપુર તરફ જતી હોવાનું જણાઈ આવેલ જેથી પોલીસ જાણ કરતાં રંગપુર પોલીસે નાકાબંધી કરી હતી.
જો કે બસ મધ્યપ્રદેશ તરફ લઈ જતાં સમયે રોડનો સાઈડ ઉપર ઉતરી ગઈ હતી. બસની ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. બસ લઈને ભગનાર છોટાઉદેપુર તાલુકાના કોલ ગામનો ગોવિંદ ધાનુક હોવાનું બહાર આવ્યું છે. તેની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્રવાઈ શરૂ કરી છે.
રાજ્યના આ જિલ્લાની એક જ હોસ્ટેલમાં એક સાથે 39 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ખળભળાટ
ગુજરાતના આ શહેરમાં ચાની લારીવાળા અને કરિયાણાના વેપારી સુપર સ્પ્રેડર સાબિત થયા, જાણો કેટલાક કેસ આવ્યા
કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 163એ પહોંચી