શોધખોળ કરો

આજ રાતથી ST બસના પૈડા થંભી જશે ! કર્મચારીઓ હડતાળ પર જવા અડગ

કર્મચારીઓએ આજ સુધીની રાજ્ય સરકારને મુદત આપી છે. જો આજ સુધીમાં આ માંગો નહી સંતોષાય તો આજે મધ્યરાત્રિથી ઉગ્ર વિરોધ શરૂ કરાશે.

એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ પર અડગ છે. કેમ કે મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચેની બેઠકમા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. સાતમાં પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ ન સંતોષાતા એસટી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

કર્મચારીઓનો રોષ છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે. જ્યારે એસટીનાં કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થુ અપાય છે. સાથે જ વાયદો કર્યા મુજબ કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીનાં પરિવારોને 25 લાખની સહાય પણ નથી મળી. ગ્રેડ પે અને ફિક્સ પેને લઈને પણ કર્મચારીઓમાં અસંતોષ છે.

કર્મચારીઓએ આજ સુધીની રાજ્ય સરકારને મુદત આપી છે. જો આજ સુધીમાં આ માંગો નહી સંતોષાય તો આજે મધ્યરાત્રિથી ઉગ્ર વિરોધ શરૂ કરાશે. કર્માચારીઓ પણ માસ સીએલ પર જશે. જો એસટીનાં કર્મચારીઓ હડતાળ પર જશે તો દિવાળી સમયે જ નાગરિકોને અસુવિધાનો સામનો કરવો પડશે. જો કે ગઈકાલે મળેલી બેઠકમાં કોઈ સમાધાન ન આવતા આજે પણ સરકાર અને એસટી કર્મચારીઓના યુનિયનના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાશે.

એસટી નિગમના કર્મચારીઓની મંગળવારે મળેલી બેઠકમાં કર્મચારી સંગઠનો દ્વારા પોતાના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓએ સૂત્રોચાર કરી પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી.

નોંધનીય છે કે, ગુજરાત એસટીના ત્રણે’ય માન્ય સંગઠ્ઠનોની બનેલ સંકલન સમિતિ દ્વારા ૨૬ ઓગસ્ટના રોજ બેઠક મળેલ હતી. જેમાં સર્વાનુમતે લીધેલા નિર્ણય મુજબ પડતર પ્રશ્નોનું આવેદન નિગમના એમડી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રીને આપવામાં આવ્યું હતું.

એસટી નિગમના કર્મચારીઓ પ્રત્યે ભેદભાવભર્યું વર્તન રાખીને લાભ આપવામાં આવેલ નથી જ્યારે અન્ય તમામ બૉર્ડના નિગમોના એકમોના કર્મચારીઓને લાભો આપવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget