શોધખોળ કરો
Advertisement
સહકારી ડેરીના ઉત્થાન માટે રાજ્ય સરકારે શું કર્યો મોટો નિર્ણય ? જાણો વિગત
આ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. જો વેચાણમાં નુકશાન થાય તો સીધી અસર પશુપાલકોને મળતા દૂધના ભાવ પર પડે છે.
ગાંધીનગર: ડેરીઓને નુકસાન ન થાય તે માટે મિલ્ક ફેડરેશનને પ્રતિ કિલો 50 રૂપિયાની સહાય રાજ્ય સરકાર અપાશે. ડેરીઓ માટે 150 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી.
અમુલ ફેડરેશન ઉત્પાદક સંઘો પાસે જે 90 હજાર મેટ્રિકટન જથ્થાનો ભરાવો થયો છે, સરકાર ફેડરેશનને 1 કિલોએ 50 રૂપિયા સહાય આપશે. નિકાસ થતા સંઘોને ફાયદો થશે. ઘર વપરાશમાં 50 થી 60 લાખ લીટર દૂધનો ઉપયોગ થાય છે. અન્ય દૂધની પ્રોડકટ બાદ દુધનો પાવડર બનાવે છે. પાઉડરના વેચાણ થતા સંઘને ફાયદો થશે.
દૂધમાંથી દૂધના પાવડરનું ઉત્પાદન મહત્વનું છે. 1 કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. દૂધના પાવડરના આંતરરાષ્ટ્રીય ભાવ ઓછા થયા છે. 90 હજાર મેટ્રિક ટન જેટલો ફેડરેશન પાસે જથ્થો ભેગો થયો છે. આ સમયે વેચવામાં આવે તો 90 રૂપિયા જેટલુ નુકશાન આવે. જેને લઇ દૂધના ભાવ પણ પશુપાલકોને ઓછા મળે છે.
અમુલ ફેડરેશન દ્વારા વિદેશમાં નિકાસ કરવામાં આવે તો ભાવ ઓછા છે તો દૂધ સંઘોને નુકશાન થાય એવી સ્થિતિ છે. અમુલ ફેડરેશનના હોદ્દેદારોએ રજુઆત કરી હતી. મુખ્યમંત્રી સાથે હોદ્દેદારોની ચર્ચા બાદ 150 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જો વેચાણમાં નુકશાન થાય તો સીધી અસર પશુપાલકોને મળતા દૂધના ભાવ પર પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement