ધોરણ-10નું પરિણામ જાહેર, 65.81 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ
ધોરણ દસના છેલ્લા ત્રણ વર્ષના પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2018માં ધોરણ દસનું 67.50 ટકા, વર્ષ 2019માં 66.97 ટકા અને વર્ષ 2020માં ધોરણ દસનું 60.64 ટકા પરિણામ જાહેર થયુ હતુ.
ચાર જુને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. બોર્ડની વેબસાઈટ gseb.org ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ દસમાં અંદાજીત નવ લાખ 70 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યના 81 ઝોન અને 958 પરીક્ષા કેંદ્રો, ત્રણ હજાર 182 પરીક્ષા સ્થળ અને 33 હજાર 231 પરીક્ષા ખંડમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. તો ધોરણ દસના છેલ્લા ત્રણ વર્ષના પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2018માં ધોરણ દસનું 67.50 ટકા, વર્ષ 2019માં 66.97 ટકા અને વર્ષ 2020માં ધોરણ દસનું 60.64 ટકા પરિણામ જાહેર થયુ હતુ.
સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.
ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે. રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર કરાયું છે. રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું 19.17 ટકા પરિણામ આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામમાં ગુજરાતી માધ્યમમાં 63.13 ટકા, હિન્દી માધ્યમમાં 63.96 ટકા અને અંગ્રેજી માધ્યમમાં 81.50 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ-10નું પરિણામઃ
- ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ
- પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ
- સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ
- દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ
- રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ
- રાજકોટના રૂવાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ
- રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ
- સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ
- બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ
- ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ
- અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા
- જ્યારે બીજી ભાષાનું 80.30 ટકા પરિણામ
- A1 ગ્રેડ 12,090 વિદ્યાર્થીઓએ મેળવ્યો
- અમદાવાદ શહેરનું 63.18 ટકા પરિણામ
- અમદાવાદ ગ્રામ્યની 63.98 ટકા પરિણામ
- 4,189 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
- 294 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું
- 121 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું