શોધખોળ કરો

દાહોદમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો હેરાન,  રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ

દાહોદ શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા રખડતા ઢોરોના ત્રાસથી દાહોદના લોકો ત્રાહીમામ થયા છે.  શહેરના ગોધરા રોડ ખાતે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લેતા  લોકોમાં રોષ છે.

દાહોદ શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા રખડતા ઢોરોના ત્રાસથી દાહોદના લોકો ત્રાહીમામ થયા છે.  શહેરના ગોધરા રોડ ખાતે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લેતા  લોકોમાં રોષ છે.  દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરોનો ત્રાસ મોટા ભાગના રાજમાર્ગો પર જોવા મળી રહ્યા છે. દાહોદ નગરપાલીકા દ્વારા રખડતા ઢોરોના મામલે અવાર નવાર લોલીપોપ આપવામાં આવે છે. 

દાહોદમાં વધુ એક ઘટના ગોધરા રોડ નાકા ખાતે બની હતી.  જેમાં પરેલના સાત રસ્તા નજીક રહેતા રાહદારી  રાત્રિ દરમિયાન  અહીંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી રખડતા ઢોરે પાછળથી  અડફેટે લીધા હતા. આ ઘટના બનતા આસપાસના લોકોમાં આફત તફરીનો  માહોલ સર્જાયો હતો અને અને આધેડ જમીન પર પડ્યા હતા.  જો કે આ સમયે ઢોર દૂર ભાગતા વિસ્તારના લોકો દોડી આવી અને ઘાયલ આધેડને તાત્કાલિક 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.  વ્યક્તિ બેભાન થતા પરિજનો સહિત વિસ્તારના લોકોમાં ચિંતા સેવાઈ  હતી.  તાત્કાલિક રાત્રી દરમિયાન ડોક્ટરો દ્વારા તેઓની સારવાર કરવામાં આવી હતી જોકે સદનસીબે  કોઈ મોટી દુર્ઘટના ન બનતા પરિવારજન સહિત લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. 

સુરતની યુવતી સાથે છેતરપિંડી

સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.

પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા છગનભાઈ કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે કાપોદ્રા ખાતે જે.ડી. ગાબાણી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2021-22ની લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આથી અસ્મિતાએ પણ તેનું ફોર્મ ભરીને સબમીટ કર્યું હતું. આ ફોર્મમાં તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હતો. ત્યારબાદ તારિખ 4 જાન્યુઆરી 2022ના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે રાજકોટ શહેર ખાતે યોજાઈ હતી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં અસ્મિતા પાસ થઈ હતી.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવતા તારિખ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલીસ તાલીમ સેન્ટર ગાંધીનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે ઓજશ ઉ૫૨ એપ્લીકેશન મુકવામાં આવી હતી. જેમાં ઓટીપી બેઝ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા બાદ જ ફોર્મ પાછા ખેંચી શકાય છે. કોઈ અજાણ્યાએ એલઆરડી ગુજરાત 2021.ઇન ઉપરથી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસંદગી માટેના હક્કને જતો કરવા અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં અરજીનો કન્ફર્મેશન નંબર લખી અસ્મિતાના નામની વિગતો લખી બનાવતી સહી કરી હતી અને ગઈ 8 ઓક્ટોબર 2022 ના રાત્રે અસ્મિતાના કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ઓટીપી મેળવી લઈ તેમની ઉમેદવારી રદ ક૨વા અરજી અપલોડ કરી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. 

આ અંગે જાણ થતા અસ્મિતા કાતરિયાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ થતાં જે વ્યકિતનું નામ સામે આવ્યું તે જોઈને અસ્મિતા અને તેનો પરિવાર ચોંકી ગયો હતો. તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે આરોપી જાગૃતિ નારણભાઈ પાંડવ (ઉ.વ.૨૨, રહે. રાધા સ્વામી સોસાયટી, પુણા ગામ, મુળ મહુવા ભાવનગર) ની ધરપકડ કરી છે. આરોપી જાગૃતિ અસ્મિતાના ભાઈની ગર્લફ્રેન્ડ હોવાની વાત સામે આવી છે. બંને યુવતીઓએ સાથે પરીક્ષા આપી હતી. જેમાં અસ્મિતાએ પરીક્ષા પાસ કરી હતી અને જાગૃતિ ફેઈલ થઈ હતી. અસ્મિતા આગળ વધી જશે તેવા વિચારે જાગૃતિએ આ કાવતરૂ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Embed widget