શોધખોળ કરો
Advertisement
પંચમહાલઃ મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાનનો આતંક, સાત લોકો પર કર્યો હુમલો, મહિલા સહિત બેનાં મોત
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે શ્વાને આતંક મચાવ્યો હતો. શ્વાને ગામના સાત વ્યક્તિઓને પોતાનો શિકાર બનાવ્યા હતા, જે પૈકી બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
ડાંગરિયાઃ પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે શ્વાને આતંક મચાવ્યો હતો. શ્વાને ગામના સાત વ્યક્તિઓને પોતાનો શિકાર બનાવ્યા હતા, જે પૈકી બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે ગત બીજી ઓગષ્ટના રોજ ગામના સાત વ્યક્તિઓને શ્વાન કરડવાની ઘટના બનવા પામી હતી. જેમાં ગામની ત્રણ મહિલા, એક બાળક સહીત કુલ સાત લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા હતા. શ્વાન કરડવાની ઘટના બન્યા બાદ તમામ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે મોરવા હડફ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન ગઈકાલે એક વૃદ્ધા શારદાબેન બારિયાનું તેમજ આજે એક સાત વર્ષીય બાળક યુવરાજ બારિયાનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. જયારે અન્ય પાંચ લોકો હજુપણ સારવાર હેઠળ છે.
પંચમહાલના જીલ્લા આરોગ્ય અધિકારી એસ.કે. મોડે જણાવ્યું કે, મોરવા હડફના ડાંગરિયા ગામમાં કુલ સાત લોકોને શ્વાન કરડવાની ઘટના બની છે. જે પૈકી બેના મોત થયા છે. મોત મામલે પ્રાથમિક તપાસમાં હડકવાને લઈને મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલંસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મૃતકના સ્વજન રમેશ બારિયાએ જણાવ્યું કે, અમારા ગામના કુલ સાત લોકોને શ્વાન કરડ્યું હતું અને બાદમાં સારવાર માટે મોરવા બાદમાં ગોધરા અને ત્યાંથી વડોદરા ખાતે અમને મોકલવામાં આવ્યા હતા. જ્યાં તબીબોના જણાવ્યા પ્રમાણે જ અમે હડકવાની રસી મુકાવી રહ્યા હતા છતાં પણ બે લોકોના મોત થઇ ગયા છે જેથી આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ.
અમદાવાદના રોડ રસ્તાની હાલતને લઈ કમિશ્નર વિજય નહેરાએ કરી ચોંકાવનારી કબૂલાત, જાણો શું કહ્યું
વાયનાડમાં રાહુલ ગાંધીને એક વ્યક્તિએ અચાનક કરી લીધી કિસ, વીડિયો થયો વાયરલ
ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે થશે યુદ્ધ, પાકિસ્તાનના મંત્રીએ કરી ભવિષ્યવાણી!
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement